રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ નક્કી
8 જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરુ થઇ શકે તેવી શક્યતા

રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ નક્કી

રાજ્યમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ નક્કી
રાજ્યમાં હજારો યુવાનો જેની કાગડોળે રાહ જોઇ રહ્યા છે તે પોલીસ ભરતીની શારીરિક કસોટીની તારીખ નક્કી થઇ છે.સુત્રોએ દાવો કર્યો છે કે 8 જાન્યુઆરીથી પોલીસ ભરતી માટે શારીરિક કસોટી શરુ થઇ શકે છે. આ શારીરિક કસોટી 2 મહિના સુધી ચાલશે.
રાજ્યમાં પોલીસ ભરતી મામલે મહત્વના સમાચાર આવ્યા છે. છેલ્લા ઘણા મહિનાઓથી ઉમેદવારો પોલીસ ભરતીની શારીરિક કસોટીની રાહ જોઇ રહ્યા હતા અને 8 જાન્યુઆરીએથી શારીરિક કસોટી શરુ થઇ જશે તેવા સમાચાર વહેતા થયા છે. ટૂંક સમયમાં જ કસોટીની તારીખની સત્તાવાર જાહેરાત થઇ શકે છે.
સોશિયલ મીડિયામાં જે માહિતી ફરતી થઇ છે તે મુજબ અમદાવાદ શહેર, વડોદરા શહેર, રાજકોટ શહેર, પોલીસ તાલીમ શાળા વડોદરા, પોલીસ તાલીમ મહાવિદ્યાલય જુનાગઢ, ગાંધીનગર, મહેસાણા, સાબકકાંઠા, ભરૂચ, જામનગર, સીઆરપીએફ અમદાવાદ, સીઆરપીએફ ગોધરા, સીઆરપીએફ નડિયાદ, સીઆરપીએફ ગોંડલ અને સીઆરપીએફ સુરતના ગ્રાઉન્ડના નોડલ અધિકારી અને તેમની વિગતો આપવામાં આવી છે
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી