મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભારે વરસાદથી અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાતે
જામનગર, દેવભૂમિ દ્વારકા અને વડોદરાની પૂરની પરિસ્થિતિ અંગે સમીક્ષા કરી

Chief Minister Bhupendra Patel visited districts affected by heavy rains

Chief Minister Bhupendra Patel visited districts affected by heavy rains
છેલ્લાં પાંચ દિવસથી ગુજરાતમાં વરસી રહેલા અનરાધાર વરસાદના કારણે કેટલાક જિલ્લાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ છે. તેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાહત અને બચાવ કામગીરીની સમીક્ષા કરવા હવાઈ માર્ગે જામનગર પહોંચ્યા હતા. તેમણે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ તેઓ હેલિકોપ્ટરથી ખંભાળિયા પહોંચ્યા હતા.
ખંભાળિયામાં છેલ્લાં પાંચ દિવસમાં રાજ્યમાં સૌથી વધુ 944 મીમી વરસાદ થવાના કારણે સર્જાયેલી પૂરની સ્થિતિની જાત માહિતી મેળવી હતી. દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી જરૂરી સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી ખંભાળિયાથી જામનગર પરત આવીને મોડી સાંજે વડોદરા પહોંચશે. વડોદરા શહેર અને જિલ્લામાં હાથ ધરાયેલા રાહતકાર્યોની સમીક્ષા બેઠક યોજશે. મુખ્યમંત્રી સાથે મુખ્ય સચિવ રાજકુમાર પણ મુલાકાતમાં જોડાયા છે.
મહત્વપૂર્ણ છે કે, રાજ્યમાં દક્ષિણ ગુજરાત, પૂર્વ-મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં જોર ઘટ્યું છે. કચ્છ અને સૌરાષ્ટ્ર ઝોનમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેવભૂમિ દ્વારકાના ભાણવડ અને કચ્છના અબડાસા તાલુકામાં સૌથી વધુ ૧૧ ઇંચ કરતા પણ વધારે વરસાદ વરસ્યો છે. જ્યારે, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૪ કલાકમાં ૧૦ ઈંચ જેટલો, જામનગર, કચ્છ અને પોરબંદર જિલ્લામાં ૫-૫ ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
છેલ્લા ૨૪ કલાકમાં દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકામાં ૧૦ ઈંચ વરસાદ તેમજ ખંભાળિયા અને કચ્છના લખપત તાલુકામાં ૯ ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. સાથે જ, જામનગરના જામજોધપુર, દેવભૂમિ દ્વારકાના દ્વારકા અને કચ્છના નખત્રાણા તાલુકામાં ૮ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત કચ્છના માંડવી તાલુકામાં પણ ૭ ઈંચથી વધુ, જામનગરના કાલાવડ અને લાલપુર તાલુકામાં ૬ ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.
રાજકોટના લોધિકા, ધોરાજી અને જામકંડોરણા તાલુકા ઉપરાંત પોરબંદરના કુતિયાણા અને રાણાવાવ તેમજ કચ્છના અંજાર તાલુકામાં ૫ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જ્યારે, રાજકોટ જિલ્લાના રાજકોટ અને જેતપુર તાલુકામાં, જામનગર તાલુકામાં, પોરબંદર તાલુકામાં તેમજ કચ્છના મુન્દ્રા તાલુકામાં ૪ ઈંચથી જેટલો વરસાદ નોંધાયો છે.
સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૭ તાલુકામાં ૩ ઈંચથી વધુ, ૧૦ તાલુકામાં ૨ ઈંચથી વધુ, ૩૬ તાલુકામાં એક ઈંચથી વધુ તેમજ ૧૬૩ તાલુકામાં એક ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. આમ, છેલ્લા ૨૪ કલાકમાં સમગ્ર રાજ્યના કુલ ૨૩૮ તાલુકામાં સરેરાશ એક ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે, ૨૯ ઓગસ્ટ, ૨૦૨૪ના રોજ સવારે ૬.૦૦ કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ૧૦૯ ટકા નોંધાયો છે. આ વર્ષે કચ્છ ઝોનમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. કચ્છ ઝોનમાં મોસમનો સૌથી વધુ ૧૫૪ ટકા કરતા પણ વધારે અને ત્યારબાદ સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૨૩ ટકાથી વધુ તેમજ દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૧૦ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૦૪ ટકાથી વધુ, જ્યારે, ઉત્તર ગુજરાતમાં હજુ સુધી ૮૬ ટકા જેટલો મોસમનો કુલ સરેરાશ વરસાદ નોંધાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?