ભારે વરસાદથી નુકસાનની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારની ટીમ ગુજરાતની મુલાકાતે
વડોદરા કલેકટર કચેરી ખાતે વહિવટીતંત્ર સાથે કેન્દ્રીય અધિકારીઓની બેઠક

Officials from Centre in a meeting with local officials at Vadodara collector's office on Thursday

Officials from Centre in a meeting with local officials at Vadodara collector's office on Thursday
ગુજરાતમાં ઓગષ્ટ માસના અંતમાં ભારે વરસાદથી અનેક જિલ્લાઓમાં તારાજી સર્જાઈ હતી. તેથી સહાય માટે રાજ્ય સરકારે સરવે કરીને કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. રાજ્ય સરકારની રજૂઆતના પગલે કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની એક ટીમ ગુજરાતની મુલાકાતે આવી છે. મુલાકાતના પ્રથમ દિવસે
વડોદરા શહેરની મુલાકાત લીધી હતી.
વડોદરામાં આવેલા પૂરની પરિસ્થિતિની સમીક્ષા કરવા કેન્દ્ર સરકારની ટીમે તંત્ર સાથે બેઠક કરી હતી. કેન્દ્રની ટીમે કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારી સાથે બંધ બારણે બેઠક કરી હતી.
કેન્દ્ર સરકારની ટીમ દ્વારા વિશ્વામિત્રી સહિત અન્ય નદીઓ, કાંસ સહિતની ઝીણવટભરી માહિતી મેળવીને અહેવાલ તૈયાર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યુ છે.
વડોદરાવાસીઓ ઘણી તકલીફો ભોગવીને હાલમાં પૂરની પરિસ્થિતિમાંથી બહાર નિકળ્યા છે. વડોદરામાં પૂર પાછળ વિશ્વામિત્રી નદી અને કાંસ પરના દબાણો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વડોદરામાં ફરીથી પૂરની પરિસ્થિતિ ન સર્જાય તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા અંગે રાજ્ય સરકાર વિચારણા કરી રહી છે. તેવામાં કેન્દ્ર સરકારના ડિઝાસ્ટર વિભાગની ટીમે વડોદરાની મુલાકાત લીધી છે.
વડોદરામાં પૂરની પરિસ્થિતિના કારણે લોકોને કરોડો રૂપિયાનું નુકશાન થયુ છે. કેન્દ્ર સરકારની ટીમે કલેક્ટર બિજલ શાહ, મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા અને જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા સાથે બેઠક કરી છે. આ બેઠકમાં વિશ્વામિત્રી, ઢાઢર અને વરસાદી કાંસ થકી વડોદરામાં ફરી વળેલા પૂરના પાણી અંગે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. કેન્દ્ર સરકારની ટીમ આજવા સરોવર, પ્રતાપપુરા સરોવર તથા વિશ્વામિત્રી નદી અંગે માહિતી એકત્ર કરી રિપોર્ટ તૈયાર કરનાર હોવાનું સૂત્રોએ જણાવ્યું હતુ. જો કે, કેન્દ્ર સરકારની ટીમની મુલાકાત બાદ ગુજરાતને કેટલી સહાય મળે છે તેના પર સૌ કોઈની નજર મંડાઈ છે.
વેપારીઓ માટે રોકડ સહાય પેેકેજ
વડોદરામાં વેપારીઓનેે પૂરથી થયેલા નુકસાન માટે રોકડ સહાય જાહેર કરવામાં આવી છે. જેમાં
લારીધારકને ઉચ્ચક 5 હજાર રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટ સુધીની નાના સ્થાયી કેબિનધારકને ઉચ્ચક 20 હજાર રોકડ સહાય, 40 સ્ક્વેર ફૂટથી મોટા કેબિનધારકને ઉચ્ચક 40 હજાર રોકડ સહાય, નાની અને મધ્યમ કક્ષાની પાકી દુકાનવાળાને ઉચ્ચક 85 હજાર રોકડ સહાય, માસિક ટર્નઓવર 5 લાખથી વધુ હોય તેવી મોટી દુકાનના ધારકને 20 લાખ સુધીની લોન પર 3 વર્ષ સુધી વ્યાજ સહાય 7 ટકાના દરે 5 લાખની મર્યાદામાં આપવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?