Plane Crash સાઇટ પર ગુમ થયેલા ગુજરાતી ફિલ્મમેકરના કેસમાં ચોંકાવનારો વળાંક
પોલીસને ગુમ થયેલા ફિલ્મ મેકરની તપાસ કરવા માટે ભારે મહેનત કરવી પડી

પોલીસને ગુમ થયેલા ફિલ્મ મેકરની તપાસ કરવા માટે ભારે મહેનત કરવી પડી

પોલીસને ગુમ થયેલા ફિલ્મ મેકરની તપાસ કરવા માટે ભારે મહેનત કરવી પડી
12મી જૂને અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં સર્જાયેલી વિમાન દુર્ઘટનાના પડઘા હજી પણ વ્યાપક રીતે અનુભવાઈ રહ્યા છે. આ દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 278 લોકોના મૃત્યુ બાદ જાણીતા સ્થાનિક ફિલ્મમેકર મહેશ કાલાવાડિયા (મહેશ જીરાવાલા તરીકે પણ ઓળખાતા) ગુમ થયાની ચિંતાજનક માહિતી સામે આવી હતી. પોલીસે અથાગ મહેનત બાદ ફિલ્મમેકર મહેશ જીરાવાલાનો ડીએનએ કરાવતા ડીએનએ ટેસ્ટ મેચ થયો હતો. આમ છતાં તેમનો પરિવાર માનવા તૈયાર ન હતો. આખરે પોલીસે પ્લેન ક્રેશ સાઇટ પર સળગેલા વાહનોની તપાસ કરીને મહેશ જીરાવાલાના એક્ટિવાના એન્જિન અને ચેસીસ નંબરના આધારે તપાસ કરતાં વાહન ઓળખાયું હતું અને ત્યારબાદ તેમનો મૃતદેહ પરિવારે સ્વીકાર્યો હતો.
ફિલ્મમેકર મહેશ કાલાવાડિયા નરોડા વિસ્તારના નિવાસી હતા અને મ્યૂઝિક આલ્બમનું નિર્માણ કરતા હતા. તેમના પરિવારે જણાવ્યુ કે, “વિમાન દુર્ઘટનાના દિવસે ગુરુવારે બપોરે લગભગ 1:14 વાગે તેમનો ફોન આવ્યો હતો અને જણાવ્યું કે તેઓ લો ગાર્ડનમાં મીટિંગ પૂરી કરી ઘરે આવી રહ્યાં છે. પરંતુ ત્યારબાદ તેઓ ઘેર ન પહોચ્યા.”
જ્યારે મહેશભાઇ ઘેર ના પહોંચ્યા ત્યારે પરિવારે તેમની શોધખોળ શરૂ કરી. વારંવાર કોલ કર્યા છતાં ફોન બંધ આવતો રહ્યો. પોલીસને જાણ કર્યા બાદ તેઓના મોબાઇલ ફોનનું છેલ્લું લોકેશન દુર્ઘટનાસ્થળથી માત્ર 700 મીટર દૂર હોવાનું સામે આવ્યું હતું.
મહેશભાઈના પરિવારજનોને આશંકા હતી કે તેઓ વિમાન દુર્ઘટનાના સમયે નજીકમાં હાજર હોવાને કારણે કોઈ અનિચ્છનીય બનાવ બન્યો હોઇ શકે છે. પરિવારજનો દ્વારા ડીએનએ સેમ્પલ આપવામાં આવ્યા છે જેથી મળેલા અજાણ્યા મૃતદેહોમાંથી ઓળખ શક્ય બને. પરિવારને લાગતું હતું કે પ્લેન ક્રેશ અને મહેશભાઇના ગુમ થવા વચ્ચે કોઇ સંબંધ નથી છતાં પોલીસે પરિવારને સમજાવીને ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો.
આશ્ચર્યજનક રીતે ડીએનએ ટેસ્ટ મેચ થતાં એક મૃતદેહ મહેશભાઇનો જ હોવાનું જણાયું હતું. જો કે આમ છતાં તેમનો પરિવાર હજું માનવા તૈયાર ન હતો કે આ મૃતદેહ મહેશભાઇનો જ છે. અને તેમને પુરતી ખાતરી થશે પછી જ તેઓ મૃતદેહ સ્વીકારશે તેમ પોલીસને જણાવ્યું હતું.
ત્યારબાદ પોલીસે મહેશભાઇના ગુમ થવા બાબતે ઝીણવટભરી તપાસ કરી હતી જેમાં એક સીસી ટીવી ફૂટેજમાં મહેશભાઇ બનાવવાળા દિવસે પ્લેન ક્રેશના સમયે જ અહીંથી એક્ટિવા પર પસાર થઇ રહ્યા હોવાનું જાણવા મળ્યું હતું. પરિવાર આમ છતા માનવા તૈયાર ન હતો અને એક્ટિવા મળશે અને બધુ વેરીફાઇ થશે પછી જ લાશ સ્વીકારીશું તેમ જણાવ્યું હતું.
પોલીસે આ મામલાની સઘન તપાસ ચાલુ રાખી હતી અને પ્લેન ક્રેશ સાઇટ પર સળગેલા વાહનોના ચેસીસ નંબર અને એન્જિન નંબરના આધારે તપાસ કરવામાં આવી હતી. તેમાં એક એક્ટિવા સળગેલી હાલતમાં મળી આવ્યું હતું અને તેનો એન્જિન નંબર અને ચેસીસ નંબર પણ મહેશભાઇના એક્ટિવા સાથે મેચ થયા હતા પરિણામે મહેશભાઇના પરિવાર પર આભ તુટી પડ્યું હતું. પોલીસની સમજાવટ બાદ આખરે પરિવારે મહેશભાઇનો મૃતદેહ સ્વીકાર્યો હતો
આ પણ વાંચો--- છેલ્લુ લોકેશન AHMEDABAD પ્લેન ક્રેશથી માત્ર 700 મીટર દુર.. સંગીતકાર ક્યા ગયા ?
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?