રાજ્યના ગૃહ વિભાગનો મોટો છબરડોઃ રાજીનામુ આપ્યાના 9 વર્ષ બાદ કોન્સ્ટેબલને બઢતી
કોન્સ્ટેબલ તરીકે AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ 2015માં રાજીનામુ આપ્યુ હતુ

State Home Department's big blow: Constable promoted after 9 years of resignation

State Home Department's big blow: Constable promoted after 9 years of resignation
ગુજરાતમાં હાલ ચોમાસાની સિઝનમાં અધિકારીઓની બેદરકારીના પરિણામે નાગરિકો રસ્તા અને બ્રિજની બાબતે હાલાકી ભોગવી રહ્યા છે. તેવામાં રાજ્યના ગૃહ વિભાગનો મોટો છબરડો બહાર આવ્યો છે.
9 વર્ષ અગાઉ રાજીનામુ આપનાર કોન્સ્ટેબલને હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપવામાં આવી છે. AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ કોન્સ્ટેબલ તરીકે વર્ષ 2015માં રાજીનામુ આપી દીધુ હોવા છતાં અમદાવાદ શહેર પોલીસે અનાર્મ પોલીસ કોન્સ્ટેબલ સંવર્ગમાંથી અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતી આપી દીધી છે. જેના કારણે રાજ્યના ગૃહ વિભાગની ફજેતી થઈ છે.
રાજ્યના ગૃહ વિભાગ હેઠળ આવતી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીએ 2 સપ્ટેમ્બર 2014ના રોજ પરિપત્ર કરીને શહેરમાં ફરજ બજાવતાં અનાર્મ પોલીસ કોન્સ્ટેબલોને અનાર્મ હેડ કોન્સ્ટેબલ તરીકે બઢતીના ઓર્ડર કર્યા છે. અમદાવાદના ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર(વહિવટ) એન.એન.ચૌધરીની સહીથી જારી કરાયેલા પરિપત્રમાં મોટો છબરડો થયો છે.
બઢતી અપાયેલા હેડ કોન્સ્ટેબલોની યાદીમાં ગુજરાત પોલીસ વિભાગમાં અગાઉ ફરજ બજાવનાર ગોપાલ ઈટાલિયાનો સમાવેશ કરાયો છે. AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ પોલીસ વિભાગમાંથી રાજીનામુ આપી દીધુ હોવા છતાં હેડ કોન્સ્ટેબલ તરીકે પ્રમોશન આપવામાં આવ્યુ છે.
ગોપાલ ઈટાલિયાએ વર્ષ 2015માં રાજીનામુ આપી દીધુ હોવા છતાં 9 વર્ષે બઢતીનો ઓર્ડર મળતાં ગૃહ રાજ્યમંત્રીનો આભાર વ્યક્ત કરતી ટ્વિટ કરી છે. જેના કારણે સમગ્ર મામલો સામે આવ્યો છે. બઢતી અપાયેલા હેડ કોન્સ્ટેબલોની યાદીમાં ગોપાલ ઈટાલિયા અમદાવાદના ક્યાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે અને ક્યાં સ્થળ પર ફરજ સોંપાઈ તે જણાવાયું નથી. આ બાબતે ગોપાલ ઈટાલિયાની પ્રતિક્રિયા લેવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, તેમનો ફોન સ્વીચ ઓફ આવતો હોવાથી પ્રતિક્રિયા મળી શકી નથી.
ગોપાલ ઈટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી ઉપર કટાક્ષ કર્યો :
AAPના નેતા ગોપાલ ઈટાલિયાએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પર એક્સ પર કટાક્ષ કરતી ટ્વીટ કરી છે. જેમાં તેમણે લખ્યું છે કે, વર્ષ 2015માં પોલીસમાંથી મેં રાજીનામું આપ્યું હોવા છતાં વર્ષ 2024માં કોન્સ્ટેબલથી હેડ કોન્સ્ટેબલના પ્રમોશન લિસ્ટમાં ક્રમ નંબર 726 પર મારૂં નામ સામેલ કરી મને હેડ કોન્સ્ટેબલનું પ્રમોશન આપવા બદલ ગૃહ મંત્રી હર્ષ સંઘવીનો આભાર માનું છું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?