Bhavnagar: જેસરમાં મેઘ તાંડવ 4 કલાકમાં 7 ઈંચ વરસાદ વરસ્યો!
પાલિતાણા અને વલ્લભીપુર વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે

વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.

વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની પધરામણી વચ્ચે ભાવનગરમાં આજે આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે.માત્ર 4 કલાકના સમયગાળામાં 7 ઈંચ જેટલો વરસાદ ખાબકી જતાં ચારેકોર પાણી જ પાણીની સ્થિતિ સર્જાઈ હતી.આ દરમિયાન બાલવાડીમાં કોઝ વે પણ ધોવાઈ ગયો હતો.જ્યારે પાલીતાણા,મહુઆ અને વલ્લભીપુરમાં વરસાદે જળબંબાકારની સ્થિતિ સર્જી હતી.ભારે વરસાદને પગલે અનેક નદીઓ બે કાંઠે વહેતી થઇ હતી.
વરલથી ભાખર જવાનો રસ્તો બંધ :
મળતી માહિતી અનુસાર,ભાવનગરના મહુવા,પાલિતાણા અને વલ્લભીપુર વહેલી સવારથી પડી રહેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાઈ ગયા છે.પાલિતાણાના દુધાળા,ઘેટી,નાની માળ,આદપુર સહિત ગામડાઓમાં વાવણી લાયક વરસાદ થયો છે.આ ઉપરાંત શિહોરના વરલ,બુઢણા ગામે સુપડા ધારે વરસાદ વરસ્યો છે.જ્યારે વરલ ગામની નદી ખોડાપુર વરલથી ભાખર જવાનો રસ્તો બંધ કરવામાં આવ્યો છે.
થોરાળી નદી પર ચેકડેમ ઓવરફ્લો :
અમરેલી જિલ્લાના અનેક તાલુકાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.રાજુલા,સાવરકુંડલા,બાબરા,ધારી,બગસરા અને ખાંભામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.સાવરકુંડલાના થોરાળી નદી ઉપર ચેકડેમ ઓવરફ્લો થતાં નેરડામાં બળદ ગાડા સાથે પિતા-પુત્ર તણાયા હતા.આ ઘટનામાં પાણીમાં તણાવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.આ ઉપરાંત ફલકુ અને મેરામણ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી (રેડ એલર્ટ) :
હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 24 કલાકમાં અમરેલી, ભાવનગર, સુરત, નવસારી, વલસાડ જિલ્લાઓ તથા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે, જેના પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં વીજળીના કડાકા અને ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.