ભરૂચ જિલ્લાના અંકલેશ્વર વલિયા ધોરીમાર્ગ નં 13 પર પ્રથમ વરસાદે જ માર્ગની હાલત દયનીય બનાવી દીધી છે.શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી દ્વારા કરવામાં આવેલા પુન:નિર્માણ કાર્ય પહેલા વરસાદે જ ઢળી પડ્યું છે.રસ્તા પર પડેલા ખાડા દિલના આકારમાં જોવા મળે છે.પરંતુ જો કોઈ આ ખાડામાં પડી જાય તો સાચા અર્થમાં તેનું દિલ બંધ થઈ શકે છે.
સંદીપ માંગરોલા દ્વારા આગાઉ આ મામલે દર્શાવેલી આશંકા હવે હકીકતમાં ફેરવાઈ છે.સ્થાનિક તંત્ર દ્વારા કામની ખાતરી કે ખરાઈ કરવામાં આવી નથી.પરંતુ કોંગ્રેસ દ્વારા તો પહેલેથી જ ચીમકી આપી હતી કે આ કાર્ય ભરષ્ટાચારયુક્ત છે.આજની સ્થિતિ એ સાબિત કરે છે કે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગતથી પ્રજાના કરોડો રૂપિયા વેદફાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી ન થતાં પ્રશ્ન ઉઠે છે કે રસ્તા પર પડેલા ખાડામાં દુર્ઘટનાગ્રસ્ત થનારા વાહનચાલકોની જવાબદારી કોણ લેશે? શું તંત્ર હવે પણ સૂતેલું રહેશે?

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી સંદીપ માંગરોલા એ તાત્કાલિક માંગ કરી છે.કે શિવાલય ઈન્ફ્રાસ્ટ્રક્ચર એજન્સી વિરુદ્ધ તાત્કાલિક કડક કાર્યવાહી કરવામાં આવે અને માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવે પરંતુ ભવિષ્યમાં આવી ભ્રષ્ટાચાર યુક્ત કામગીરી ફરીથી ન થાય તે માટે કડક મોનીટરીંગ સિસ્ટમ ઉભી કરવામાં આવે તેવી તંત્રને માંગ કરી છે.