Banaskantha : લાકડીના ટેકે મત આપવા પહોંચ્યા વૃદ્ધ
હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું.મત આપવો એ મારો અધિકાર છે.

નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા,જૂના ડીસા ખાતે મતદાન મથક સુધી ધીમે ધીમે...

નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા,જૂના ડીસા ખાતે મતદાન મથક સુધી ધીમે ધીમે...
જ્યાં ઇચ્છા છે,ત્યાં રસ્તો છે અને જ્યાં જવાબદારી છે,ત્યાં લોકશાહી જીવંત છે.જ્યારે નાગરિકો પોતાની જવાબદારી નિભાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરે છે.ત્યારે લોકશાહી વધુ સશક્ત બને છે.ચાલી નથી શકતો તો શું થયું હું મારા મતાધિકારનો ઉપયોગ તો કરી જ શકું છું.મત આપવો એ મારો અધિકાર છે.બાકી બધું કામ તો ચાલ્યા કરે પણ મત આપ્યા વગર ના ચાલે આ શબ્દો છે બનાસકાંઠા જિલ્લાના ૬૮ વર્ષીય નટવરભાઈ ધનાભાઈના છે.
વૃદ્ધ હોવા છત્તા પણ મતદાન કર્યુ :
વૃદ્ધે ગ્રામ પંચાયતની ચૂંટણી ૨૦૨૫ દરમિયાન મત આપીને પોતાની જવાબદારી નિભાવી છે.શારીરિક અશક્ત હોવા છતાં,નટવરભાઈએ મતદાન ન કરવાનું મનમાં પણ લાવ્યા નહીં.ચૂંટણીના આ મહાપર્વને પોતાની નૈતિક ફરજ માનતા તેઓ લાકડીના ટેકા સાથે દરબારગઢ પ્રાથમિક શાળા,જૂના ડીસા ખાતે મતદાન મથક સુધી ધીમે ધીમે પગલાં ભરતાં પહોચ્યા હતા.મતદાનની આ ફરજ નિર્વાહમાં તેમનો ઉદાર અને દીર્ઘદૃષ્ટિવાળો અભિગમ દરેક મતદાર માટે પ્રેરણારૂપ બન્યો હતો.
વૃદ્ધે સૌને મતદાન કરવા અપીલ કરી :
જ્યારે તેઓ મતદાન મથક પહોંચ્યા ત્યારે ફરજ પર હાજર પોલીસ જવાન પ્રહલાદભાઈ પ્રેમાભાઈ ચૌધરીએ તાત્કાલિક પોતાની ફરજ નિભાવી આગળ આવી દાદાને સહારાપૂર્વક મતદાન બુથ સુધી પહોંચાડ્યા અને દાદાએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.દાદાએ હાજર નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?