Banaskantha: થરાદ નર્મદા કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા, કારણ અકબંધ!
પોલીસે બંને યુવતીના મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી બે અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.

મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી બે અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ગુજરાતના બનાસકાંઠાના થરાદ પાસે નર્મદા કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા હોવાની ઘટના સામે આવી છે.કેનાલના મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી ફાયર વિભાગની ટીમ દ્વારા મૃતદેહો નીકાળ્યા હતા.જ્યારે બંને યુવતીઓ કોણ છે અને કયાથી આવેલી અને કયા કારણોસર કેનાલમાં ઝંપલાવ્યું,શું છે સમગ્ર મામલો તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે.પોલીસે બંને યુવતીના મૃતદેહોને પીએમ અર્થે મોકલીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કેનાલમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા :
મળતી માહિતી મુજબ,થરાદની નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળી આવવાની ઘટનાઓ સામે આવતી હોય છે.ત્યારે મહાજનપુર પમ્પિંગ સ્ટેશન ફાટકમાંથી બે અજાણી યુવતીની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.આ મામલે સ્થાનિકોને જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમને જાણ કરવામાં આવી હતી.
જ્યારે બંને યુવતીઓ કોણ છે? અને કેમ કેનામમાં પડતુ મુક્યુ? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.ત્યારે બંને યુવતીની હત્યા થઈ છે કે આત્મહત્યા તેને લઈને પોલીસે તપાસ આદરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતના પેન્શનરો માટે મોટા સમાચાર! મોંઘવારી રાહત 443% થતાં ₹10,000ના મૂળ પેન્શન પર દર મહિને ₹6,200નો તફાવત કેવી રીતે થાય છે?

તહેવારો પહેલાં ગુજરાતના વીજ ગ્રાહકોને ઝટકો? FPPAS ચાર્જમાં 3.99% વધારાના અહેવાલ વચ્ચે આગામી વીજ બિલમાં યુનિટ દીઠ 30થી 45 પૈસા સુધીનો વધારાનો બોજ પડી શકે છે!

મોરબી ખેડૂત આંદોલનમાં મોટો વળાંક? 24માંથી 21 મુદ્દાઓ પર સહમતી બાદ બાકી 3 માંગણીઓ પર સરકાર શું નિર્ણય લેશે?