કોરોનાના લક્ષણો હોય તો રથયાત્રામાં જવાનું ટાળો, ઋષિકેશ પટેલે લોકોને કરી અપીલ
ગુજરાતમાં વધતા કોરોનાના કેસને ધ્યાને લઈ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે શરદી-ખાંસીના લક્ષણોવાળા લોકોને રથયાત્રામાં જવાનું ટાળવા અપીલ કરી છે.

ઋષિકેશ પટેલ

ઋષિકેશ પટેલ
ગુજરાતના આરોગ્ય મંત્રી અને ભાજપના પ્રવક્તા ઋષિકેશ પટેલે રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસ અને આગામી જગન્નાથ રથયાત્રાને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં રોજબરોજ વધતા કોરોનાના કેસને લહેર કે સુનામી ગણી શકાય નહિ. વિશ્વભરમાં કોરોના ફેલાયા બાદ આ ચોથી વખત છે જ્યારે કેસમાં વધારો નોંધાયો છે, અને આ અંગે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારના સતત સંપર્કમાં છે.
ઋષિકેશ પટેલે સ્પષ્ટ કર્યું કે, કોરોનાનો વર્તમાન વેરિયન્ટ ઘાતક નથી. ભૂતકાળમાં કોરોનાના કેસમાં વધારો થયા બાદ ઘટાડો થયો હતો, પરંતુ છેલ્લા 25 દિવસથી કેસમાં ફરી વધારો જોવા મળી રહ્યો છે. જોકે, આ વેરિયન્ટથી જીવનું જોખમ નથી. તેમણે સૂચન કર્યું કે, કોરોનાના લક્ષણો દેખાતાં તાત્કાલિક સારવાર શરૂ કરવી જોઈએ.
વધુમાં, તેમણે જણાવ્યું કે વર્તમાન કોવિડ વેરિયન્ટ ગંભીર નથી, પરંતુ શરદી, ખાંસી કે ગળામાં દુખાવા જેવા સામાન્ય લક્ષણો દેખાય તો વ્યક્તિએ પોતાને કોરેન્ટાઈન કરીને સારવાર લેવી જોઈએ અને સાવચેતી રાખવી જરૂરી છે.
રથયાત્રાના સંદર્ભમાં ઋષિકેશ પટેલે લોકોને અપીલ કરી કે, જેમને શરદી-ખાંસીના લક્ષણો હોય, કોમોર્બિડ રોગોવાળા દર્દીઓ અને વૃદ્ધ લોકોએ રથયાત્રામાં ભાગ લેવાનું ટાળવું જોઈએ. તેમણે ભલામણ કરી કે આવા લોકોએ ઘરે રહીને ભગવાન જગન્નાથના દર્શન કરવા જોઈએ અને ભીડવાળા સ્થળોએ જવું ટાળવું જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.