રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 250 તાલુકામાં સરેરાશ 54 મીમી વરસાદ
9 લોકોના મોતઃ 169 લોકોને રેસ્ક્યૂ કરાયાઃ 118 ડેમ હાઈએલર્ટ પર

An average of 54 MM rainfall in 250 talukas in the state in the last 24 hours

An average of 54 MM rainfall in 250 talukas in the state in the last 24 hours
રાજ્યમાં સતત પાંચમાં દિવસે મેઘરાજાની મહેર ચાલુ રહી છે. બુધવારે સવારે(28 જુલાઈ) 10 વાગ્યા સુધીમાં 172 તાલુકામાં 1 થી 50 મીમી સુધીનો વરસાદ નોંધાયો છે. જ્યારે છેલ્લાં 24 કલાક દરમિયાન 251 તાલુકા પૈકી 250 તાલુકામાં સરેરાશ 54 મીમી વરસાદ વરસ્યો છે. એક તાલુકો કોરોધાકોર રહ્યો છે. ભારે વરસાદના કારણે અલગ-અલગ જિલ્લામાં 9 લોકોના મોત થયા છે. 8460 લોકોનું સ્થળાંતર કરીને 169 લોકોને રેસ્ક્યૂ કરાયા છે. સતત વરસી રહેલા અનરાધાર વરસાદના પરિણામે રાજ્યના 206 ડેમ પૈકી 118 ડેમ હાઈએલર્ટ જાહેર કરાયા છે.
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. 251 તાલુકામાંથી 250 તાલુકામાં મેઘરાજાએ મહેર કરી હતી. 250 તાલુકામાં સરેરાશ 54 મીમી વરસાદ નોંધાયો હતો. જેમાં 182 તાલુકામાં 1 થી 50 મીમી, 29 તાલુકામાં 51 થી 100 મીમી, 21 તાલુકામાં 101 થી 150 મીમી, 5 તાલુકામાં 151 થી 200 મીમી, 1 તાલુકામાં 201 થી 250 મીમી, 8 તાલુકામાં 251 થી 300 મીમી, 2 તાલુકામાં 301 થી 350 મીમી, 1 તાલુકામાં 351 થી 400 મીમી અને 1 તાલુકામાં 401 થી 450 મીમી વરસાદ ખાબક્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકાના ખંભાળીયા તાલુકામાં 454 મીમી એટલે કે 18 ઈંચ વરસાદ વરસ્યો હતો.
રાજ્યના 100 ડેમ છલકાયા
રાજ્યમાં સર્જાયેલા ડીપ ડીપ્રેશનના કારણે બારે મેઘ ખાંગા થતાં ડેમોમાં પાણીની આવક વધી રહી છે. કુલ 206 ડેમ પૈકી 118 ડેમ છલકાતા હાઈએલર્ટ પર મૂકાયા છે. જ્યારે 18 એલર્ટ પર અને 7 વોર્નિંગ સ્ટેજ ઉપર છે. 102 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. 41 ડેમ 70 થી 100 ટકા, 22 ડેમ 50 થી 70 ટકા, 23 ડેમ 25 થી 50 ટકા અને 18 ડેમ 25 ટકાથી નીચે ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં દર કલાકે 2.66 લાખ ક્યૂસેક પાણીની આવક થઈ રહી છે. ભયજનક સપાટી 454.98 ફૂટની સામે 440.28 ફૂટ જળ સપાટી નોંધાઈ છે. એટલે કે 85.23 ટકા ડેમ ભરાયો છે. ડેમનું રૂલ લેવલ જાળવવા હાલમાં દર કલાકે 3.15 લાખ ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
રાજ્યમાં 9 લોકોના મોત
રાજ્યમાં છેલ્લાં પાંચ દિવસથી પડી રહેલા વરસાદના કારણે 9 લોકોના મોત થયા છે. જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં તળાવમાં ડૂબી જવાથી 1 વ્યક્તિનું, ખેડા જિલ્લાના ચિત્રાસર ગામે મકાનની દિવાલ પડી જવાથી 1 વ્યક્તિનું, અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના ધીંગડા ગામે મકાનની દિવાલ પડી જવાથી 1 વ્યક્તિનું, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પીલુદરા ગામે પાણીના વહેણમાં તણાઈ જવાથી 1 વ્યક્તિનું, આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડોધી ગામે દિવાલ પડી જવાથી 3 વ્યક્તિના અને મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના હરીપુરા ગામે મકાન પડી જવાથી 2 વ્યક્તિના મોત થયા છે. જ્યારે કચ્છ, સુરેન્દ્રનગર, ખેડા અને મોરબી જિલ્લામાંથી 169 વ્યક્તિઓને રેસ્ક્યૂ કરાયા હતા. આ ઉપરાંત નવસારી, ખેડા, આણંદ, વડોદરા, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, ભરૂચ, બોટાદ, અમદાવાદ, સુરત, પાટણ, દાહોદ, અરવલ્લી અને નર્મદા જિલ્લામાંથી 8460 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયુ છે.
લાંભાના બળિયાદેવ મંદિર કેમ્પસમાં પાણી ભરાયા
લાંભાના સુપ્રસિદ્ધ યાત્રાધામ બળિયાદેવ મંદિરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અણઘડ વહીવટને કારણે કેનાલના પાણી મંદિરના પગથિયાં સુધી ભરાયેલા રહે છે. મ્યુનિસિપાલિટીએ કરોડોના ખર્ચે તળાવનું બ્યુટિફિકેશન કર્યું છે. પરંતુ વરસાદી પાણીના નિકાલની કેનાલનું કનેક્શન બંધ કરાતા કેનાલ વરસાદી પાણીથી ભરાઈને ઓવરફ્લો થાય છે. તેના કારણે આસપાસની સોસાયટીઓમાં કેનાલના પાણી ઘરમાં ઘૂસી ગયા છે. કેનાલનું પાણી બેક મારતા 4 દિવસથી મંદિર કેમ્પસ વરસાણી પાણીથી ભરાઈ ગયુ છે.
રેલવે ટ્રેક પર પાણી ભરાતા 34 ટ્રેન રદ
અમદાવાદ-વડોદરા વચ્ચે રેલવે ટ્રેક ઉપર વરસાદી પાણી ભરાતા ટ્રેન વ્યવહારને અસર થઈ છે. તેના કારણે પશ્ચિમ રેલવેને 34 ટ્રેન રદ કરવાની ફરજ પડી છે. અમદાવાદ-મુંબઈ વચ્ચેની તેમજ અમદાવાદ-વડોદરા વચ્ચેની ટ્રેનો રદ કરાતા મુસાફરોને મુશ્કેલી પડી રહી છે.
4 નેશનલ હાઈવે અને 67 સ્ટેટ હાઈવે બંધ
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યના 906 રસ્તાઓ બંધ છે. 4 નેશનલ હાઈવે, 2 નેશનલ હાઈવે ઓથોરિટી, 67 સ્ટેટ હાઈવે, 92 અન્ય હાઈવે અને 741 પંચાયતના રસ્તાઓ બંધ હોવાથી વાહન વ્યવહારને વ્યાપક અસર થઈ છે. રસ્તાઓ બંધ હોવાના કારણે સરકારી એસટી બસના 837 રૂટના 3933 ટ્રીપ કેન્સલ કરવી પડી છે.
આગામી બે દિવસ સુધી 12 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીના પગલે હવામાન વિભાગે 28 અને 29 ઓગષ્ટ માટે સૌરાષ્ટ્ર-કચ્છના 12 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. મધ્ય અને દક્ષિણ ગુજરાતના 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મહીસાગર અને દાહોદ જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટાં પડવાની શક્યતાએ યલો એલર્ટ જાહેર કર્યુ છે. 30 ઓગષ્ટથી ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?