ગુજરાતમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 159 તાલુકામાં સરેરાશ 15 મીમી વરસાદ
રાજ્યના 14 ડેમ હાઈએલર્ટ અને 10 ડેમ એલર્ટ ઉપર, કુલ 206 ડેમમાંથી 8 ડેમ છલકાયા

સાબરકાંઠા, બનાસકાંઠામાં મુશળાધાર વરસાદથી જનજીવન ખોરવાયું, નદીઓમાં નવા નીર આવ્યા

સાબરકાંઠા, બનાસકાંઠામાં મુશળાધાર વરસાદથી જનજીવન ખોરવાયું, નદીઓમાં નવા નીર આવ્યા
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 159 તાલુકામાં સરેરાશ 15.04 મીમી વરસાદ થયો છે. જ્યારે 92 તાલુકા કોરાધાકોર રહ્યા છે. 147 તાલુકામાં શૂન્યથી 50 મીમી, 05 તાલુકામાં 51 થી 100 મીમી, 04 તાલુકામાં 101 થી 150 મીમી, 01 તાલુકામાં 201 થી 250 મીમી, 01 તાલુકામાં 251 થી 300 અને 01 તાલુકામાં 301 થી 350 મીમી વરસાદ વરસ્યો છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં 309 મીમી, ખેડબ્રહ્મમાં 262 મીમી, બનાસકાંઠાના દાંતામાં 226 મીમી, સાબરકાંઠાના ઈડરમાં 124 મીમી અને અરવલ્લીના મેઘરજમાં 117 મીમી વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં તાલુકા વાઈઝ વરસાદની સ્થિતિ જોઈએ તો 32 તાલુકામાં શૂન્યથી 50 મીમી, 100 તાલુકામાં 51 થી 125 મીમી, 81 તાલુકામાં 126 થી 250 મીમી, 37 તાલુકામાં 251 થી 500 મીમી અને 01 તાલુકામાં 501 થી 1000 મીમી સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. ઝોન વાઈઝ જોઈએ તો કચ્છમાં 85.40 મીમી, ઉત્તર ગુજરાતમાં 98.82 મીમી, મધ્ય ગુજરાતમાં 140.42 મીમી, સૌરાષ્ટ્રમાં 153.34 મીમી અને દક્ષિણ ગુજરાતમાં 199.22 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. અત્યાર સુધી કુલ 144.67 મીમી વરસાદ એટલે કે 16.41 ટકા વરસાદ થયો છે.
રાજ્યમાં 14 ડેમ હાઈએલર્ટ પર
રાજ્યમાં કુલ 206 ડેમ પૈકી 08 ડેમ 100 ટકા ભરાઈ ગયા છે. 25 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 23 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 56 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 94 ડેમમાં 25 ટકાથી નીચે પાણી છે. 206 ડેમમાંથી હાલ 14 ડેમ હાઈએલર્ટ ઉપર છે. 10 ડેમ એલર્ટ ઉપર છે અને 9 ડેમ વોર્નીંગ લેવલ ઉપર છે. સરદાર સરોવર ડેમમાં દર કલાકે 20 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 30 હજાર ક્યુસેક પાણી નર્મદા કેનાલમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમની ભયજનક સપાટી 454.98 ફૂટની સામે 390.28 ફૂટ પાણી ભરાયુ છે એટલે કે 50.42 ટકા ડેમ ભરાયો છે.
આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 22 અને 23 જૂનના રોજ કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ થવાની શક્યતાએ ઓરેન્જ એલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે 13 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે 24 થી 27 જૂન દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
ધરોઈ ડેમમાં નવા નીરની આવક
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે. સાબરકાંઠા અને બનાસકાંઠા જિલ્લામાં છેલ્લાં 24 કલાક દરમિયાન 9 ઈંચથી વધુ વરસાદ ખાબકતાં પાણીની આવક શરૂ થઈ છે. ખેડબ્રહ્મા તાલુકામાં ભારે વરસાદના કારણે હરણાવ નદી બે કાંઠે વહેવા લાગી હતી. તેના કારણે ધરોઈ ડેમમાં પાણીની આવક શરૂ થઈ હતી. ધરોઈ ડેમમાં રવિવારે સવારે 6 કલાકે 32 હજાર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી. જે વધીને બપોરે 1 કલાકે 60 હજાર ક્યુસેક સુધી પહોંચી હતી. જેના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થયો છે. ધરોઈ ડેમની ભયજનક સપાટી 622 ફૂટની સામે હાલમાં 617 ફૂટ જળ સપાટી નોંધાઈ છે. એટલે કે ધરોઈ ડેમ 40 ટકા ભરાયો છે. પાણીની આવક ચાલુ રહે તો ડેમની જળ સપાટીમાં ખાસ્સો વધારો થવાની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.