એર ઇન્ડિયા હવે ‘AI 171’ ફ્લાઇટ નંબરનો ઉપયોગ નહીં કરે, તેની જગ્યાએ નંબર AI 159 રહેશે
એર ઈન્ડિયાની ફ્લાઈટ AI 171ના ભયાનક દુર્ઘટનામાં 274 લોકોના મોત બાદ એરલાઈન્સે આ નંબરનો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

વિમાન દુર્ઘટના

વિમાન દુર્ઘટના
એર ઇન્ડિયા (AI) એક્સપ્રેસે જીવલેણ દુર્ઘટનાને પગલે ફ્લાઇટ નંબર ‘171’નો ઉપયોગ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે અમદાવાદથી લંડન જતી બોઈંગ 787-8 ડ્રીમલાઈનર ફ્લાઇટ AI 171 ટેક ઓફ બાદ તરત જ મેઘાણી નગર નજીક દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી. વિમાનમાં 242 મુસાફરો સવાર હતા, જેમાંથી માત્ર એક - વિશ્વાસકુમાર રમેશ જ જીવિત બચ્યા હતા. મોતનો આંકડો હવે 274 સુધી પહોંચ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, હવે 17 જૂનથી ફ્લાઇટ નંબર ‘AI 171’ની જગ્યાએ AI 159નો ઉપયોગ થશે. આ નિર્ણય દુર્ઘટનાગ્રસ્ત લોકો પ્રત્યે શ્રદ્ધાંજલિ રૂપે લેવામાં આવ્યો છે. એમ્બાર્ક મેનૂઅલ અને બુકિંગ સિસ્ટમમાં પણ આ ફેરફાર શુક્રવારે અમલમાં લાવાયો છે.
આ ઉપરાંત, એર ઇન્ડિયા એક્સપ્રેસે પણ તેનો ફ્લાઇટ નંબર ‘IX 171’ બંધ કરવાનો નિર્ણય લીધો છે. એ અગાઉ, 2020માં કોઝિકોડ ક્રેશ પછી પણ તે ફ્લાઇટ નંબર દૂર કર્યો હતો.
એર ઇન્ડિયાએ DGCAના આદેશ મુજબ, બોઈંગ 787 ડ્રીમલાઈનરના 9 વિમાનોની સેફ્ટી ચકાસણી પૂર્ણ કરી છે, અને બાકીના 24 વિમાનોનું ઓડિટ ચાલુ છે. કુલ 33 બોઇંગ 787 વિમાનો એર ઇન્ડિયાના ફલિટમાં છે. DGCAએ વધુમાં તમામ વિમાનોનું સેફ્ટી ઓડિટ અને મેન્ટેનન્સ ચેક વધારવાનો આદેશ આપ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.