Ahmedabad માં બેફામ ફરે છે યમદૂત! 18 વર્ષના યુવકની બેફામ ડ્રાઈવિંગથી બ્લાસ્ટ અને પછી...
ઘોડાસર વિસ્તારમાં એક યુવકે પૂરપાટ ઝડપે કાર હંકારી દુકાનમાં ઘુસાડી દેતા ભયાવહ અકસ્માત સર્જાયો...

વહેલી સવારે કારચાલકે રસ્તો બાનમાં લીધો...

વહેલી સવારે કારચાલકે રસ્તો બાનમાં લીધો...
અમદાવાદ (Ahmedabad)ના ઘોડાસર વિસ્તારમાં વહેલી સવારે એક યુવકની બેફામ ડ્રાઇવિંગે ભયાવહ અકસ્માત સર્જ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. પૂરપાટ ઝડપે કાર હંકારી રહેલા યુવકે નિયંત્રણ ગુમાવી એક દુકાનમાં ગાડી ઘૂસાડી દીધી હતી, જેના પરિણામે કાર પલટી ગઈ અને નજીકના ડીપીમાં પણ ભયાનક બ્લાસ્ટ થયો હતો. આ ઘટના માતા-પિતા માટે લાલબત્તી સમાન છે, કારણ કે યુવક ઘરે કોઈને કહ્યા વિના ગાડી લઈને નીકળ્યો હતો.
પ્રાથમિક માહિતી અનુસાર, આ યુવક રાત્રિના સમયે પૂરપાટ ઝડપે કાર હંકારી રહ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અકસ્માત સર્જાયો તે પહેલાં તેણે ત્રણ રાઉન્ડ સુધી સ્પીડમાં ગાડી ચલાવી હતી અને બેફામ ડ્રાઇવિંગને કારણે તે ત્રણ વખત અકસ્માત થતા માંડ બચ્યો હતો. છતાં પણ તેણે પોતાની ગતિ ઘટાડી ન હતી, અને આખરે ઘોડાસર પાસે તેનું કાળચક્ર રોકાયું.
અકસ્માત એટલો ગંભીર હતો કે, કાર સીધી એક દુકાનમાં ઘૂસી ગઈ, જેના કારણે ગાડી પલટી મારી ગઈ હતી. આ ભયાવહ ટક્કરના કારણે નજીકમાં આવેલા વીજળીના ડીપીમાં પણ જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેનાથી આસપાસના વિસ્તારોમાં થોડા સમય માટે વીજળી ગુલ થઈ ગઈ હતી. આસપાસ પાર્ક કરાયેલા ત્રણ વાહનોને પણ મોટું નુકસાન થયું હતું અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને વાતાવરણ ભયભીત બની ગયું હતું.
આ પણ વાંચો : Ahmedabad : નકલી દસ્તાવેજો, અસલી છેતરપિંડી, AMC માં નોકરીના નામે ઠગ દંપતીએ લાખો ખંખેર્યા!
જોકે, સદભાગ્યે આ ભયાવહ અકસ્માતમાં કોઈને પણ ગંભીર ઈજા થઈ ન હતી. જેના કારણે હાલમાં કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી. પરંતુ આ ઘટનાએ શહેરમાં બેફામ ડ્રાઇવિંગ અને વાલીઓ દ્વારા બાળકોને આપવામાં આવતી સ્વતંત્રતા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. આ યુવકના બેફામ વર્તનને કારણે મોટો જાનહાનિ ટળી છે, પરંતુ આવી ઘટનાઓ ભવિષ્યમાં મોટી આફત નોતરી શકે છે.
આ પણ વાંચો : રાજકીય માહોલ તંગ, વિસાવદરમાં AAP ની સભામાં ધાંધલ, ધમકીભર્યા ફોનથી સનસનાટી!
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.