AHMEDABAD : પુત્ર ઋષભ રૂપાણી પહોંચ્યા ગાંધીનગર
લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા

લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા

લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચાર બાદ રાજકીય શોકનો માહોલ છે.ત્યારે આજે વહેલી સવારે વિજય રૂપાણીના પુત્ર ઋષભ રૂપાણી ગાંધીનગર પહોંચી ગયા છે.ઉલ્લેખનીય છે અંજલિબહેન રૂપાણી શુક્રવારે (13 જૂને) લંડનથી સ્પેશિયલ ચાર્ટડ પ્લેન મારફતે અમદાવાદ ઍરપોર્ટ પહોંચ્યા હતા. જ્યારે ઋષભ રૂપાણી શનિવારે (14 જૂને) વહેલી સવારે અમેરિકાથી ગાંધીનગર પહોંચ્યા હતા.રાજકીય નેતાઓ ગાંધીનગર ખાતે આવેલા તેમના બંગલે પહોંચી રહ્યા છે.ત્યારે દિવંગત વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર રાજકોટમાં કરવામાં આવશે.
12 જૂને સર્જાયેલી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિજય રૂપાણીનું કરૂણ મોત નીપજતાં તેમના વતન રાજકોટમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.આજે બપોરે 2 વાગ્યા સુધી અડધો દિવસ બજારો સહિત સ્વૈચ્છિક બંધનો નિર્ણય વિવિધ સંસ્થાઓએ જાહેર કર્યો છે.ઉલ્લેખનીય છે કે વિજયભાઈની અંતિમ યાત્રા પણ રાજકોટમાં યોજાશે જે માટે તૈયારીઓ શરૂ થઈ છે.
રાજકોટમાં વિવિધ સંસ્થાઓ (1) ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ (2) શહેર કોંગ્રેસ સમિતિ (3) રાજકોટ ગોલ્ડ ડીલર્સ એસોસીએશન (4) ગુડ્ઝ એન્ડ ટ્રાન્સપોર્ટ એસોસીએશન (5) હોલસેલ ટેક્સટાઈલ્સ મરચન્ટ એસોસીએશન (6) સર લાખાજીરાજ રોડ મરચન્ટ એસો.તેમજ અન્ય મંડળો, સંસ્થાઓએ ઉંડા શોકની લાગણી વ્યક્ત કરીને આવતીકાલે શનિવારે તા.14ના તમામ બજારો બપોરના 2 વાગ્યા સુધી બંધ રાખીને સદ્ગત વિજયભાઈને શ્રધ્ધાંજલિ આપવા નિર્ણય લીધો છે અને અપીલ કરી છે.
શાળાઓ પણ બંધ :
આ ઉપરાંત રાજકોટ શહેર આચાર્ય સંઘ, શહેર શાળા સંચાલક મંડળે આજે તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં અનધ્યયન રાખવાનો નિર્ણય જાહેર કરાયો છે.આમ, આજે ખાનગી અને ગ્રાન્ટેડ સ્કૂલો પણ બંધ રહેશે.દરમિયાન વિજયભાઈ રૂપાણીની અંતિમયાત્રા તેઓ પૂર્વ મુખ્યમંત્રી હોય પૂરા પ્રોટોકોલ સાથે રાજકોટમાં યોજવામાં આવશે. રાજકોટમાં પ્રકાશ સોસાયટીમાં આવેલા તેમના ઘરથી અંતિમયાત્રા પ્રસ્થાન કરશે અને જ્યાં તેઓ મોટા થયા તે દિવાનપરા ખાતે પણ અંતિમયાત્રા પહોંચશે. આ માટે વ્યવસ્થા માટે વિવિધ ટીમો બનાવવા સહિત તૈયારીઓ શરૂ કરાઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.