અમદાવાદ વિમાન દુર્ઘટનાઃ પીડિત પરિવારોએ બાંયો ચડાવી
બોઈંગ કંપની સામે US ફેડરલ કોર્ટમાં અરજી કરી કેસ લડવા માટે અમેરિકન વકીલને રોક્યાં
અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે વધુ વિગતો માટે દુર્ઘટના સ્થળ અને પીડિત પરિવારોની મુલાકાત કરી
અમેરિકન વકીલ માઇક એન્ડ્રુઝે વધુ વિગતો માટે દુર્ઘટના સ્થળ અને પીડિત પરિવારોની મુલાકાત કરી
અમદાવાદ વિમાન દુર્ઘટનાના કેસમાં નવો વળાંક આવ્યો છે. દુર્ઘટનાના પીડિત પરિવારોએ અમેરિકાની ફેડરલ કોર્ટમાં બોઈંગ કંપની સામે અરજી કરીને કેસ લડવા માટે અમેરિકાના વકીલને રોક્યા છે. એવિએશન અને લીગલ એક્સપર્ટ માઈક એન્ડ્રુઝે અમદાવાદમાં દુર્ઘટના સ્થળ તેમજ પીડિત પરિવારોની મુલાકાત કરી છે.
કાયદાકીય પ્રક્રિયા શરૂ થયા બાદ વકીલે પ્રથમ વખત ઘટના સ્થળની મુલાકાત લઈ જરૂરી વિગતો મેળવી હતી. દુર્ઘટના સ્થળનું નિરીક્ષણ કરી દુર્ઘટનામાંથી બચી જનાર વિશ્વાસને મળી માઈક એન્ડ્રુઝ અહેવાલ તૈયાર કરશે.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં વિમાન બનાવતી બોઈંગ કંપની સામે પણ અનેક સવાલ ઊભા થયા છે. જેના કારણે અમેરિકાની ફેડરલ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. 80 થી વધુ પીડિત પરિવારોની કાયદાકીય લડાઈ અમેરિકન એવિએશન એક્સપર્ટ માઈક એન્ડ્રુઝ લડશે. તેમણે અમદાવાદ, વડોદરા, દીવ અને સુરતમાં પીડિત પરિવારોની મુલાકાત લીધી છે. બોઈંગ વિમાનમાં થયેલી દુર્ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના સ્વજનોને પક્ષકાર તરીકે જોડવામાં આવ્યા છે.
પ્રાથમિક તપાસ અહેવાલમાં ઇંધણની સ્વીચ બંધ થવાને કારણે એન્જિન બંધ થઈ ગયા હોવાનું જણાવ્યુ છે. વિમાન ઉડતાંની સાથે જ ક્રેશ થયું હતું. અમેરિકલ વકીલ માઈક એન્ડ્રુઝ એવિએશન એક્સપર્ટ અને કાયદાકીય જાણકાર છે. તેઓ ક્યાં ક્યાં મુદ્દાઓને લઈને કોર્ટમાં જવું અને શું શું ખામીઓ છે તેનો વિસ્તૃત અહેવાલ તૈયાર કરશે.
માઈક એન્ડ્રુઝ ગુજરાતની મુલાકાત કરીને કેસને કોર્ટમાં મજબૂત બનાવશે. તેમની મુલાકાત અને તેમના દ્વારા કરવામાં આવેલું નિરીક્ષણ કેસ માટે અત્યંત મહત્વપૂર્ણ રહેશે. પીડિત પરિવારોએ કરેલી અરજીને તેમની મુલાકાતથી મોટું બળ મળી રહેશે. દુર્ઘટના સ્થળ અને પીડિત પરિવારોની મુલાકાતના આધારે રિપોર્ટ તૈયાર કરી કોર્ટ સુધી પહોંચાડવામાં આવશે. કાયદાકીય પ્રક્રિયા બાદની મુલાકાત ફાઈન્ડિંગ્સ મેળવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.
વિમાન દુર્ઘટનાના પીડિત પરિવારોએ બાંયો ચડાવીને દુર્ઘટનાગ્રસ્ત વિમાન બનાવનાર બોઇંગ સામે અમેરિકાની કોર્ટમાં કેસ કર્યો છે. કેસ લડવા તેમણે અમેરિકાના નિષ્ણાત વકીલ માઇક એન્ડ્રુઝને રોક્યાં છે. પીડિત પરિવારોએ દુર્ઘટનાની તપાસ સામે સવાલ ઉઠાવ્યા છે. તેઓની માંગ છે કે કોકપિટ વોઇસ રેકોર્ડર અને ફ્લાઇટ ડેટા રેકોર્ડરનો રો ડેટા તેમને આપવામાં આવે. જેથી તેઓ સ્વતંત્ર રીતે તપાસ કરાવી શકે.
માઇક એન્ડ્રુઝ ગંભીર ઇજા અને અકુદરતી મોતના કેસ લડવામાં નિષ્ણાત છે. ખામીયુક્ત એરક્રાફ્ટ, ટ્રક અને કાર બનાવનારી કંપની સામે તેઓ કેસ લડી ચૂક્યા છે. જેમાં ફોર્ડ અને વેક્સવેગન કંપની વિરુદ્ધના કેસોનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે, અમદાવાદ વિમાન દુર્ઘટનાના મૃતકોનાં પરિવારજનો તથા ઇજાગ્રસ્તોને મદદ કરવા ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટે 18 જુલાઈ, 2025ના રોજ 500 કરોડના કલ્યાણ ટ્રસ્ટનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ટ્રસ્ટનું નામ 'AI-171 મેમોરિયલ એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ' રાખવામાં આવ્યું છે અને તે મુંબઈમાં નોંધાવવામાં આવ્યું છે.
ટાટા સન્સ અને ટાટા ટ્રસ્ટ બંને ટ્રસ્ટમાં 250-250 કરોડનું યોગદાન આપશે. ફંડમાંથી મૃતકોના પરિવારોને 1 કરોડની આર્થિક સહાય આપવામાં આવશે તેમજ ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોની સારવાર કરવામાં આવશે. અકસ્માતમાં નુકસાન પામેલી બીજે મેડિકલ કોલેજ હોસ્ટેલ(અતુલ્યમ)નું સમારકામ અને રિનોવેશન પણ ટ્રસ્ટમાંથી કરવામાં આવશે.

રાજ્યમાં 500 નવા અત્યાધુનિક જનરક્ષક વાહનો જોડાતા હવે કુલ 1,000 વાહનો 24 કલાક ઇમરજન્સી સેવા આપશે. રિસ્પોન્સ ટાઈમ પણ 27 મિનિટથી ઘટીને 10:49 મિનિટ થયો છે.

અમદાવાદના વિક્ટોરિયા ગાર્ડન નજીક બંધ સિગ્નલ પર રિક્ષા રોકતા TRB જવાન પર હુમલો થયો. રિક્ષાચાલકે પોલીસકર્મીને પણ ધક્કો માર્યો; જીગર સોલંકીની ધરપકડ.

વડોદરાના ડભોઈના ભીલાપુર ગામમાં Facebook કોમેન્ટ બાદ ભાજપના બે જૂથો વચ્ચે મારામારી થઈ. જૂથ અથડામણમાં 4 લોકો ઈજાગ્રસ્ત થતાં SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યારે ડભોઈ પોલીસે તપાસ શરૂ કરી છે.