પ્લેન દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદી અને અમિત શાહ દિલ્હીથી અમદાવાદ આવવા થયા રવાના
લંડન જતું વિમાન અમદાવાદમાં ક્રેશ થતા ભારે આગ લાગી, અનેક મુસાફરો દાઝ્યા અને નરેનદ્ર મોદી-અમિત શાહ દુર્ઘટના બાદ અમદાવાદ આવવા રવાના થયા.

વિમાન થયું ક્રેશ

વિમાન થયું ક્રેશ
અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં લંડન માટે ઉડાન ભરતું વિમાન ભયાનક રીતે ક્રેશ થયું છે. દુર્ઘટના બાદ સમગ્ર શહેરમાં દહેશતનો માહોલ છવાઈ ગયો છે. ક્રેશ થતાની સાથે જ વિમાને જબરદસ્ત બ્લાસ્ટ થયો હતો.
દુર્ઘટનાની ગંભીરતાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી આવવા રવાના થયા છે અને તેઓ અમદાવાદ પહોંચીને સ્થિતિની સમીક્ષા કરશે. દુર્ઘટના બાદ સુરક્ષા કારણોસર શહેરની અન્ય તમામ ફ્લાઈટ્સ રદ્દ કરવામાં આવી છે.
પ્રાથમિક વિગતો અનુસાર, દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને અનેક લોકોના મોતની આશંકા સેવાઈ રહી છે. દાઝેલા લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને તેમની સારવાર ચાલુ છે. દુર્ઘટનાને પગલે તમામ ઇમરજન્સી સેવાઓ સ્થળ પર પહોંચી ગઈ છે અને સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.