નારોલમાં પાણીમાં કરંટ લાગતાં દંપતીનું મોત
નારોલ વિસ્તારમાં વરસાદી પાણીમાં વીજ કરંટ લાગવાથી એક્ટિવા પર જઈ રહેલા દંપતીનું મોત થયું
કરંટ લાગતાં દંપતીનું મોત
કરંટ લાગતાં દંપતીનું મોત
અમદાવાદના નારોલ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારીનો ભોગ એક દંપતી બન્યું છે, જેના કારણે 2 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે. ગત 8 સપ્ટેમ્બરની મોડી રાત્રે, નારોલની મટન ગલીમાં આવેલા રસ્તા પર 3 ફૂટ ઊંડા ખાડામાં ભરાયેલા વરસાદી પાણીમાં વીજ કરંટ પસાર થવાથી એક કરુણ દુર્ઘટના સર્જાઈ હતી.
અચાનક વીજ કરંટ લાગતા નીચે પટકાયા
રુદ્ર ગ્રીન ફ્લેટમાં રહેતા રાજનભાઈ સિંગલ અને તેમના પત્ની અંકિતાબેન સિંગલ એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજ કરંટ લાગતા તેઓ નીચે પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં સ્થાનિકો, ફાયર બ્રિગેડ અને વીજ કંપનીના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા.
મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલ્યા
વીજ પુરવઠો બંધ કર્યા બાદ ફાયર બ્રિગેડની ટીમે દંપતીને બહાર કાઢીને 108 એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ કમનસીબે બન્નેના મૃત્યુ થઈ ચૂક્યા હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા અને નારોલ પોલીસે આ મામલે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
રસ્તાઓની હાલત કફોડી
લાંભા વોર્ડના નારોલ વિસ્તારમાં રસ્તાઓની કફોડી હાલત લાંબા સમયથી પ્રશ્ન બની રહી છે. રસ્તાઓ પર પડેલા મોટા ખાડાઓ અને વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કરોડો રૂપિયાના બજેટ રસ્તાઓના સમારકામ પાછળ ખર્ચવામાં આવતા હોવા છતાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગંભીર બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે.
નાગરિકોના જીવની કિંમત ગંભીર
મટન ગલીવાળા આ રોડ પર ખાડાઓ ઘણા સમયથી હાજર છે, અને આ જ બેદરકારીને કારણે વરસાદી પાણી ભરાઈ રહે છે. આ ઘટના એક કડવી યાદ અપાવે છે કે, નાગરિકોના જીવની કિંમત કેટલી ગંભીર હોય શકે છે, જ્યારે તંત્ર દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવતા નથી. આ ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જવાબદારી પર ગંભીર સવાલો ઊભા થયા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ખાંડ રૂ.37થી રૂ.84, ડુંગળી રૂ.23થી રૂ.84 અને દાળ-તેલના ભાવમાં પણ મોટો ઉછાળો...

2023માં 4, 2024માં 19 અને 2025માં 5 કેસ... ગુજરાતમાં ગર્ભસ્થ શિશુનું લિંગ ગેરકાયદેસર રીતે જાણવા મામલે આ આંકડા શું કહી રહ્યા છે?

રાજકોટની MG હોસ્ટેલમાં એવું શું બન્યું કે 250થી વધુ વિદ્યાર્થીઓએ ભોજનનો બહિષ્કાર કરી ભૂખ હડતાળ શરૂ કરી?