નરોડા GIDCમાં ભીષણ આગ, 10 ફાયર ગાડીઓ દોડી
નરોડા GIDCની ફૂડ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, 10 ફાયર ગાડીઓ ઘટનાસ્થળે.

નરોડા GIDCમાં ફૂડ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે.

નરોડા GIDCમાં ફૂડ પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે.
Ahmedabad Fire:અમદાવાદના નરોડા GIDC ફેઝ-3માં આવેલી ફૂડ પ્રોડક્ટ પેકેજિંગ કંપનીમાં આજે (29 ઓગસ્ટ) અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્લોટ નંબર 28માં આવેલી કંપનીમાંથી આગની સાથે કાળા ધુમાડાના ગોટેગોટા નીકળતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી.કંપનીમાં અચાનક આગ ભભૂકીકંપનીમાં કામકાજ ચાલી રહ્યું હતું તે દરમિયાન અચાનક આગ લાગતાં કર્મચારીઓમાં દોડધામ મચી હતી. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.
ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને અમદાવાદ ફાયર બ્રિગેડની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર ફાઈટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.આગના કારણે કંપનીમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા દૂરથી પણ જોવા મળ્યા હતા.
આગનું કારણ અકબંધ, જાનહાનિ ટળી
હાલ સુધી આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી.ઘટનાની જાણ થતાં અમદાવાદના મેયર હિતેશ બારોટ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિની માહિતી મેળવી હતી.
હાલ ફાયર બ્રિગેડની ટીમો આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવા માટે જહેમત ઉઠાવી રહી છે. આગ કયા કારણોસર લાગી અને કંપનીને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો તપાસ બાદ સામે આવશે.

રક્ષાબંધન 2026 પર ગુજરાતની જેલોમાં ભાવુક દૃશ્યો જોવા મળ્યા. સુરત સબજેલમાં મુસ્લિમ બહેન ભાઈને રાખડી બાંધીને રડી પડી, જ્યારે વડોદરા જેલમાં ચૈતર વસાવાને 4 બહેનોએ રાખડી બાંધી.

Jamnagar Builder Meraman Parmar Suicide Caseમાં 28 પ્રોપર્ટી અને ₹153 કરોડથી વધુની મિલકતનો મામલો સામે આવ્યો. અડાલજ પોલીસમાં 11 સામે ફરિયાદ.

ગુજરાત જેલ વિભાગે DGP કપ 2026-27માં 13 મેડલ સાથે ઓવરઓલ ચેમ્પિયનશિપ જીતી, 6 ગોલ્ડ, 6 સિલ્વર અને 1 બ્રોન્ઝ મેડલ મેળવ્યા.