અમદાવાદ AQI: આજે હવા કેટલી પ્રદૂષિત?
શહેરમાં પ્રદૂષણના લીધે શ્વાસ સંબંધિત બીમારીવાળા લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે

અમદાવાદ AQI

અમદાવાદ AQI
અમદાવાદમાં વહેલી સવારથી ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. જોકે, છેલ્લા 3 દિવસની સરખામણીમાં આજે અમદાવાદનો એર ક્વોલિટી ઈન્ડેક્સ પ્રમાણ ઓછો નોંધાયો છે. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડની એપ દ્વારા જારી કરાયેલા ડેટા અનુસાર, આજે મુખ્ય AQI આંક 142 નોંધાયો છે. આ આંકડો હવાની ગુણવત્તાની મધ્યમ શ્રેણીમાં આવે છે. આ સ્થિતિમાં ખાસ કરીને જેમને શ્વાસ સંબંધિત બીમારીઓ હોય, તેમણે સાવચેતીના ભાગરૂપે માસ્ક પહેરીને બહાર નીકળવું જોઈએ અને ભારે પ્રવૃત્તિઓ ટાળવી જોઈએ.
AQI શ્રેણી અને સ્વાસ્થ્ય પર અસર
આજકાલ પર્યાવરણીય પ્રદૂષણ એક ગંભીર સમસ્યા બની ગયું છે, જેની સીધી અસર આપણા સ્વાસ્થ્ય પર પડે છે. હવાનું પ્રદૂષણ સ્તર માપવા માટે 'હવા ગુણવત્તા સૂચકાંક' (AQI) નો ઉપયોગ થાય છે. AQI એ એક સરળ માપદંડ છે જે હવા કેટલી સ્વચ્છ કે પ્રદૂષિત છે તે દર્શાવે છે અને તેનાથી તમારા સ્વાસ્થ્ય પર શું અસર થઈ શકે છે તેની જાણકારી આપે છે. કેન્દ્રીય પ્રદૂષણ કંટ્રોલ બોર્ડના માર્ગદર્શિકા મુજબ, જુદા-જુદા AQI સ્તરોની સ્વાસ્થ્ય પર થતી અસરો નીચે મુજબ છે.

0-50: સારી (Good): આ શ્રેષ્ઠ સમયગાળો છે, સ્વાસ્થ્ય પર ન્યૂનતમ અસર થાય છે.
51-100: સંતોષકારક (Satisfactory): સંવેદનશીલ લોકોને, જેમ કે બાળકો, વૃદ્ધો અને શ્વસન રોગવાળા લોકોને, થોડી અસ્વસ્થતા થઈ શકે છે. આવા લોકોએ લાંબા સમય સુધી બહાર રહેવાનું ટાળવું જોઈએ.
101-200: મધ્યમ (Moderate): અમદાવાદનો AQI આજે આ જ શ્રેણીમાં છે. આ સ્તરે ફેફસાં, અસ્થમા અને હૃદય રોગથી પીડિત લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવા લોકોએ બહારની પ્રવૃત્તિઓ મર્યાદિત કરવી જોઈએ.
201-300: નબળી (Poor): લાંબા સમય સુધી આવા વાતાવરણમાં રહેવાથી મોટાભાગના લોકોને શ્વાસ લેવામાં અસ્વસ્થતા થાય છે. સ્વસ્થ લોકોએ પણ બહાર ભારે કસરત કે પ્રવૃત્તિઓ કરવાનું ટાળવું જોઈએ.
301-400: ખૂબ નબળી (Very Poor): લાંબા સમય સુધી સંપર્કમાં રહેવાથી શ્વસન સંબંધી ગંભીર બીમારીઓ થઈ શકે છે. શક્ય હોય તો ઘરની અંદર રહેવું અને દરવાજા-બારી બંધ રાખવા હિતાવહ છે.
401-500: ગંભીર (Severe): આ સ્થિતિ સ્વસ્થ લોકોને પણ અસર કરી શકે છે અને રોગવાળા લોકો માટે અત્યંત ગંભીર છે. આવા સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ અને જરૂરી સાવચેતીનાં પગલાં ભરવા જોઈએ.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹14.59 કરોડ પરત થયા છતાં ગુજરાત યુનિવર્સિટીના PMJVK પ્રોજેક્ટને લઈને સવાલો કેમ યથાવત છે?

માત્ર 20 દિવસમાં 496 કેસ, જ્યારે 2026માં અત્યાર સુધીનો આંકડો 1,084 પર પહોંચ્યો!

14.9%થી 13.3%... ગુજરાતના શિક્ષણ બજેટમાં આખરે શું બદલાયું?