પોરબંદરના ચોપાટી ગ્રાઉન્ડના મંડપમાં દુર્ઘટના: 1ના મોત, 10 ઇજાગ્રસ્ત
મંડપનું બાંધકામ ચાલુ હતું ત્યારે અચાનક એક દોરી તૂટી ગઈ હતી

મંડપનું બાંધકામ ચાલુ હતું ત્યારે અચાનક એક દોરી તૂટી ગઈ હતી

મંડપનું બાંધકામ ચાલુ હતું ત્યારે અચાનક એક દોરી તૂટી ગઈ હતી
પોરબંદર શહેરમાં યોજાયેલા રામદેવપીર ઉત્સવમાં એક દુઃખદ ઘટના બની છે. ચોપાટી ગ્રાઉન્ડમાં મંડપના નિર્માણ દરમિયાન એક ગંભીર દુર્ઘટના ઘટી છે. જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે અને અનેક લોકો ઘાયલ થયા છે. ઘટનાના પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, મંડપનું બાંધકામ ચાલુ હતું ત્યારે અચાનક એક દોરી તૂટી ગઈ હતી, જેના કારણે સમગ્ર મંડપ ધરાશાયી થઈ ગયો હતો.
દુર્ઘટનામાં 1નું મોત :
આ ઘટનામાં સરકારી હોસ્પિટલના સિક્યુરિટી ગાર્ડનું મૃત્યુ થયું છે. મૃતકનું નામ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. આ ઉપરાંત ઘટનામાં 10 થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે.
પોલીસે હાથ ધરી તપાસ :
પોલીસ દ્વારા ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઘટનાના કારણો શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ દુર્ઘટનાથી રામદેવપીર ઉત્સવમાં શોકનું વાતાવરણ છવાયું છે. પ્રશાસને ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે ખસેડયા છે. આ ઘટનાના કારણે મંડપના નિર્માણમાં કોઈ બેદરકારી થઈ હતી કે કેમ તેની તપાસ પણ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.