ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રૂપિયા 350 કરોડનું પેકેજ જાહેર
SDRFના નિયમો પ્રમાણે 9 જિલ્લાના 45 તાલુકામાં સહાય અપાશે

A package of Rs 350 crore has been announced for the farmers of areas affected by heavy rains

A package of Rs 350 crore has been announced for the farmers of areas affected by heavy rains
જુલાઈ-2024માં થયેલા ભારે વરસાદથી નુકસાનગ્રસ્ત વિસ્તારના ખેડૂતો માટે રાજ્ય સરકારે રૂપિયા 350 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે. 272 ટીમોએ સરવે કર્યા બાદ 9 જિલ્લાના 45 તાલુકાનો 4,06,892 હેક્ટર વિસ્તાર કૃષિ રાહત પેકેજમાં આવરી લેવામાં આવ્યો છે. SDRFના નિયમો મુજબ 33 ટકાથી વધુ નુકશાન હોય તેવા 1.50 લાખથી વધુ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચુકવવામાં આવશે.
વિધાનસભામાં જાહેર અગત્યની બાબત પર કૃષિ રાહત પેકેજની જાહેરાત કરતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે, જુલાઈ-૨૦૨૪ દરમિયાન વરસેલા અનરાધાર વરસાદના પરિણામે ખરીફ અને બાગાયતી પાકોને નુકશાન થયું છે. જગતના તાતને આર્થિક નુકશાનીમાં સહાયરૂપ થવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મંજૂરીથી રાજ્ય સરકારે રૂપિયા ૩૫૦ કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યુ છે.
જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના 45 તાલુકામાં ભારે વરસાદ વરસતા ૪,૦૬,૮૯૨ હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો હતો. ૨૭૨ ટીમોની રચના કરી સરવે કરાયો હતો. જેના આધારે ૧.૫૦ લાખથી વધુ ખેડૂતોને સહાય આપવામાં આવશે.
અસરગ્રસ્ત ખેડૂતોને SDRF-સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડના ધોરણો મુજબ પાક નુકશાની માટે સહાય આપવામાં આવશે. નુકશાનની તીવ્રતાને ધ્યાને રાખી રાજ્ય ભંડોળમાંથી/રાજ્ય બજેટ હેઠળ વધારાની ટોપ અપ સહાય અપાશે.
રાજ્ય સરકારે સહાય માટે નિયત કરેલા ધોરણો :
ખરીફ ૨૦૨૪-૨૫ ઋતુના વાવેતર કરેલા બિનપિયત ખેતી પાકોમાં ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ૮,૫૦૦ તેમજ રાજ્ય બજેટ હેઠળ ૨,૫૦૦ સહાય મળી ૧૧ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
વર્ષાયુ અથવા પિયત પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ૧૭ હજાર તેમજ રાજ્ય બજેટ હેઠળ ૫ હજાર સહાય મળી કુલ ૨૨ હજાર પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
બહુવર્ષાયુ બાગાયતી પાકોના ૩૩ ટકા કે તેથી વધુ નુકસાન માટે SDRFના નોર્મ્સ મુજબ ૨૨,૫૦૦ પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ ૨ હેક્ટરની મર્યાદામાં સહાય અપાશે.
જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે નિયત ધોરણો મુજબ જો સહાય ચૂકવવા પાત્ર રકમ ૩,૫૦૦ કરતાં ઓછી થતી હોય તો તેવા કિસ્સામાં ખાતાદીઠ ઓછામાં ઓછા ૩૫૦૦ ચૂકવવામાં આવશે. જેમાં SDRF ઉપરાંતની તફાવતની રકમ રાજ્ય બજેટમાંથી ચૂકવવામાં આવશે.
ખેડૂતોને સહાય આપવા અંગે સંબંધિત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અસરગ્રસ્ત ગામોની યાદી જાહેર કરાશે. સહાય માટે નુકસાનગ્રસ્ત ગામોના નિયત નુકસાન ધરાવતા ખાતેદાર ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ ઇ-ગ્રામ સેન્ટર પરથી આધાર પુરાવા સાથે ડિજીટલ ગુજરાત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?