Oh God.. નવ માસનું બાળક રમકડાના મોબાઇલનો એલઇડી બલ્બ ગળી ગયું...
નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો

નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો

નાના બાળકો ધરાવતા તમામ માતાપિતા માટે ફરી થી ચોંકાવનારો કિસ્સો
જુનાગઢના યુવકનું 9 માસનું બાળક રમકડાના મોબાઇલ ફોનમાં રહેલી એલઇડી લાઇટ ગળી જતાં માતા પિતા મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા. પોતાના બાળકને અચાનક થયેલી તકલીફ તેમનાથી જોઇ શકાતી ન હતી . છેલ્લા ઓગણીસ દિવસથી આમ થી તેમ માતા પિતા પોતાના બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં જ મળી હતી.
જૂનાગઢમાં માંગરોળમાં રહેતા અને કારપેન્ટરનુ કામ કરતા જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી. જુનાગઢ માં બાળરોગ તજજ્ઞ ને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક ફસાયું હોવાનું માલુમ પડ્યુ હતુ. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળક ને લઇ આવતા તારીખ ૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગ માં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું.
આ પણ વાંચો-- કહેવાતા " રોયલ કાઠિયાવાડી " ના ટાંટીયા પોલીસે તોડ્યા..જુઓ વીડિયો
સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફ ની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યો. ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમય માં તેને હોસ્પિટલ માં થી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યુ હતુ.
સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વક ની સારવાર નો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ જીવંત ઉદાહરણ છે.
ડો. જોષી એ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યુ હતુ કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગે ની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટે ની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” રાખવામાં આવી છે.
બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારી ઓ વિશે જાગ્રુત રહી પોતાના બાળક માં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જન નો સંપર્ક કરવી જોઇએ જેથી વહેલી તકે આવી બીમારી નુ નિદાન કરી બાળક ની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડો. જોષી એ લોકોને સંદેશ આપ્યો હતો
આ પણ વાંચો--- "કોપર વાયર ચોરીથી મેટ્રો સેવા ખોરવાઈ: એલસીબીની સફળતા"
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.