ગુજરાતમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.તેવી જ રીતે સિંહો દ્વારા માણસો પર થતાં હૂમલાઓની સંખ્યા પણ દિવસે દિવસે વધી રહી છે.અમરેલીમાં સિંહે પાંચ વર્ષના બાળકનો શિકાર કરતાં ચકચાર મચી જવા પામી હતી.બાળકનો શિકાર થયો હોવાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.વન વિભાગની ટીમે સિંહને પાંજરે પૂરવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી :
પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલીમાં સાવરકૂંડલાના થોરડી સીમ વિસ્તારમાં મધ્ય પ્રદેશનો ખેત મજૂર પરિવાર રહે છે.પરિવારની વચ્ચે પાંચ વર્ષનું બાળક હતું.આ દરમિયાન અચાનક સિંહ આવ્યો હતો અને બાળકને પરિવારની નજર સામે ઉપાડીને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો.ત્યાર બાદ બાળકનો શિકાર કર્યો હતો.આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.બાળકને સિંહ ઉપાડી ગયા બાદ પરિવારમાં માતમ છવાયો છે. ખેતમજૂર પરિવાર ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવતો હોય છે. સરકાર તરફ થી મળતી સહાય માંથી પોતાના પરિવારનું ભરણપોષણ કરે છે. અને આવી કોઈ ઘટના ઘટે તો આની જવાબદારી કોણ લે સરકાર દ્વારા પરિવારને પૈસાની સહાય આપવામાં આવે પણ શું જીવ પૈસા સાથે તોલવામાં આવે છે પૈસા થી જે માતાએ પોતાનો બાળક ખોયો છે તો એ પાછો આવી જશે. વન વિભાગ દ્વારા આવી બેદરકારી જોવા મળે છે. આવી ઘટના પર કડકમાંથી કડક પગલાં લે અને બીજી વાર આવી ઘટના ન બને તેવી તકેદારી રાખે.
સિંહે બાળકનો શિકાર કરી લીધો હતો :
અમરેલીના સાવરકુંડલામાં થોરડી અને રાજુલાની બોડર વિસ્તારમાં એક સીમમાં મધ્ય પ્રદેશનો પરિવાર ખેત મજૂરી કરતો હતો.આ દરમિયાન પરિવારની હાજરીમાં ગુલસિંગ હરિલાલ અજનેરા નામનો પાંચ વર્ષનો બાળક રમતો હતો.ત્યારે અચાનક સિંહ આવ્યો હતો અને બાળકને ઝાળી જાખરામાં ઢસડી ગયો હતો.પરિવાર બાળકને બચાવવા માટે દોડી ગયો હતો.પરંતુ ત્યાં સુધીમાં સિંહે બાળકનો શિકાર કરી લીધો હતો.આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.આ ઉપરાંત શેત્રુંજી ડીવીજન અને ગીર પૂર્વ ડીવીજન દ્વારા અલગ અલગ ટીમો બનાવી સિંહને પાંજરે પૂરવા પ્રયાસો હાથ ધર્યા હતાં.