ગુજરાતના દાહોદ જિલ્લાની શાળામાંથી બાળકીનો મૃતદેહ મળ્યો
મૃત્યુ પાછળનું કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવશે

dead body

dead body
દાહોદ: ગુજરાતના દાહોદ જિલ્લામાં ધોરણ 1 ની વિદ્યાર્થીની 6 વર્ષની બાળકીનો મૃતદેહ તેની શાળાના પરિસરમાંથી મળી આવ્યો હતો. સીંગવડ તાલુકાના પીપળીયા ગામમાં રહેતી આ બાળકી રાબેતા મુજબ તોરાણી પ્રાથમિક શાળામાં ગઈ હતી, પરંતુ શાળા પુરી થયા બાદ ઘરે પરત ફરી ન હતી.
ચિંતાતુર પરિવારે તેની શોધખોળ શરૂ કરી અને ગુરુવારે મોડી સાંજે તે શાળાની પાછળ બેભાન હાલતમાં મળી આવી. તેને તાત્કાલિક લીમખેડા રેફરલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.
ઘટનાની જાણ થતાં લીમખેડાના પ્રાંત અધિકારી અને દાહોદ એસપી તાત્કાલિક લીમખેડા સામુહીક આરોગ્ય કેન્દ્ર ખાતે દોડી આવ્યા હતા અને સમગ્ર ઘટના મામલે ઝીણવટભરી તપાસ શરુ કરી હતી. એસ.પી. ફોરેન્સિક તપાસ ટીમ સાથે મોડી રાત્રે જ દાહોદ એલસીબીની ટીમ સાથે ઘટનાસ્થળ તોયણી પ્રાથમિક શાળા ખાતે પહોંચ્યા હતા અને શાળાને ઓરડાઓને કોર્ડન કરીને ઘટનાની ઝીણવટભરી તપાસ શરુ કરી હતી.
સમગ્ર ઘટના મામલે પોલીસે હાલ અકસ્માત મોતની ફરિયાદ દાખલ કરીને આગળની તપાસ શરુ કરી છે. પી.એમ રીપોર્ટ આવ્યા બાદ વિધાર્થિનીના મોતનુ સાચુ કારણ બહાર આવી શકે તેમ છે.
IANS
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદમાં મચ્છરોનો આતંક! સોલા સિવિલના આંકડા જાણીને ચોંકી જશો! એક જ અઠવાડિયામાં 14,372 દર્દીઓની નોંધણી!

ગાંધીનગરથી આહવા જઈ રહેલી કાર રસ્તાની રેલિંગ તોડીને સીધી ખાપરી નદીમાં ખાબકી! નાયબ મામલતદાર સહિત 2નાં ઘટનાસ્થળે જ મોત

અમદાવાદમાં ‘પરંપરા’ નવરાત્રિને લઈને મોટો નિર્ણય… હવે ડોમના બદલે ખુલ્લા મેદાનમાં રમાશે ગરબા!