ફુલ સ્પીડમાં રિવર્સ આવતી કારે 5 વાહનને ફંગોળ્યાં
અમદાવાદમાં બેકાબૂ કાર અકસ્માત સર્જી દુકાનમાં ઘૂસી

કારે 5 વાહનને ફંગોળ્યાં

કારે 5 વાહનને ફંગોળ્યાં
આજે વહેલી સવારે ત્રણ વાગ્યાના અરસામાં અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે એ.બી.જ્વેલર્સ નજીક ફુલ સ્પીડમાં રિવર્સ આવી રહેલી એક કારે પાંચ વાહનને ઉડાડ્યાં હોવાની વિગત સામે આવી રહી છે. આ સમગ્ર ઘટનાના CCTV પણ હાલ સામે આવ્યા છે.
અમદાવાદમાં જાણે અકસ્માતોની વણજાર લાગી હોય તેમ એકપછી એક અકસ્મતો અટકવાનું નામ નથી લઈ રહ્યાં ત્યાં આજરોજ વધુ એક અકસ્માત સામે આવ્યો છે. અમદાવાદના શિવરંજની બ્રિજ પાસે એક બેકાબૂ કાર ફુલ સ્પીડમાં રિવર્સ આવતી દેખાય છે અને આવીને ધડાકાભેર પાર્ક પાંચ જેટલાં વાહનોને અડફેટે લઈ દૂકાનમાં ઘૂસી જાય છે. જોરદાર અવાજ થતાં ફૂટપાથ પર સૂતેલા પણ જાગી ઊઠ્યા હતા. જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે.
હાલ એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, કાર કોઈ વ્યક્તિ નશામાં ચલાવતો હતો અને સ્ટંટ કરવા માટે આ પ્રકારે રિવર્સ ગાડી ચલાવવી હોઈ શકે છે. અકસ્માત સર્જાયા બાદ ચાલક કાર સ્થળે જ મૂકી ફરાર થઈ ગયો હતો. જેથી પોલીસ દ્વારા કારના નંબરના આધારે આરોપીને પકડવા માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે .
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મોંઘવારી ભથ્થામાં 2% વધારાને મંજૂરી આપી છે. જૂનમાં 3% વધારા બાદ હવે કર્મચારીઓને 60% DA મળશે. સાથે એરિયર્સની ચુકવણીનો પણ મુદ્દો મહત્વનો છે.

સાપ્તાહિક રજા અને પગાર વધારાની માગ સાથે મેદાનમાં ઉતરેલા એમ્બ્રોઇડરી કામદારોના આંદોલન પહેલાં જ યુનિયનના આગેવાનોની અટકાયત કરવામાં આવી