લોકરક્ષક કેડરની 12 હજાર જગ્યાઓ માટે 2.47 લાખ ઉમેદવારો આપશે પરીક્ષા
રાજ્યના 7 કેન્દ્રોના 825 બિલ્ડીંગોમાં CCTV કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષા યોજાશે

જાન્યુઆરી,ફેબ્રુઆરી-2025માં 10.73 લાખ ઉમેદવારોએ આપી હતી શારીરિક કસોટી

જાન્યુઆરી,ફેબ્રુઆરી-2025માં 10.73 લાખ ઉમેદવારોએ આપી હતી શારીરિક કસોટી
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા રવિવાર(15 જૂન) ના રોજ લોકરક્ષક કેડરની 12 હજાર જગ્યા માટે લેખિત પરીક્ષા યોજાશે. જાન્યુઆરી-ફેબ્રુઆરી-2025 દરમિયાન યોજાયેલી શારીરિક કસોટીમાં 10.73 લાખ ઉમેદવારો બેઠા હતા. શારીરિક કસોટીમાં ઉત્તિર્ણ થયેલા 2,47,803 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, આણંદ અને ગાંધીનગર કેન્દ્રો ઉપર 825 શાળાઓમાં CCTV કેમેરાની નિગરાની હેઠળ પરીક્ષાનું આયોજન કરાયુ છે.
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આયોજીત લોકરક્ષક કેડરની 12 હજાર જગ્યાઓ માટે રવિવારે લેખિત પરીક્ષા યોજાશે. પરીક્ષા માટેના કોલલેટર 7 જૂન 2025થી ડાઉનલોડ કરવાનું શરૂ થયું હતું. પારદર્શક રીતે પરીક્ષા યોજાય અને કોઇપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે 8 હજારથી વધુ પોલીસ અધિકારી અને કર્મચારીઓ તેમજ 18 હજારથી વધુ શિક્ષણ વિભાગના અધિકારી-કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે.
લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે શારીરિક કસોટી દરમિયાન ઉમેદવારોના મેળવવામાં આવેલા બાયોમેટ્રીક તેમજ ફોટોગ્રાફને લેખિત પરીક્ષા પહેલાં વેરીફીકેશન કરવામાં આવશે. પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે ટ્રેક કરી કરાઈ ખાતેના રાજય ભરતી કંટ્રોલ રૂમ ખાતેથી મોનિટરીંગ કરવામાં આવશે. પોલીસ એસ્કોર્ટ પણ રાખવામાં આવ્યુ છે.
ગૃહ વિભાગના 7 ફેબ્રુઆરી 2024ના જાહેરનામાં ક્રમાંક: GHG/21/2024/MHK/1010/ 1393/C અન્વયે પરીક્ષા નિયમ અનુસાર પરીક્ષા OMR પદ્ધતિથી લેવામાં આવશે. 3 કલાકના પેપરમાં 200 ગુણના 200 પ્રશ્નો પૂછાશે. જેમાં પાર્ટ-એ માં 80 ગુણના 80 પ્રશ્નો તેમજ પાર્ટ-બી માં 120 ગુણના 120 પ્રશ્નો રહેશે. પરીક્ષામાં ઉતિર્ણ થવા માટે પાર્ટ-એ અને પાર્ટ-2 માં અલગ-અલગ 40 ટકા ગુણ મેળવવાના રહેશે.
રાજ્યના તમામ શહેર, જિલ્લા ખાતે લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરો, રેન્જ વડાઓના સુપરવિઝન હેઠળ તેમજ IGP, DIGP, SP કક્ષાના સિનિયર પોલીસ અધિકારીઓની અધ્યક્ષતામાં યોજવામાં આવશે. સવારે 9-30 થી 12-30 કલાક દરમિયાન પરીક્ષા યોજાશે. પરીક્ષા પહેલા ઉમેદવારોનું બાયોમેટ્રીક, ફોટોગ્રાફ વેરીફિકેશન કરવાનું હોવાથી કોલ લેટરમાં 7-30 વાગે પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવવામાં આવ્યું છે. ઉમેદવારોને પરીક્ષા કેન્દ્ર ઉપર સમયસર પહોંચી જવા સૂચના આપવામાં આવી છે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી પહોંચવા માટે જરૂરિયાત મુજબ 14 અને 15 જૂનના રોજ એક્સ્ટ્રા બસોનું આયોજન કરાયું છે. ઉમેદવારોના ધસારાને ધ્યાને લઇ એસ.ટી. નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સર્વીસોનું ઓનલાઈન ટીકીટ બુકિંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.