અમદાવાદ શહેરમાં જળસંચયના 7497 કામો માટે 144 કરોડ રૂપિયા ફાળવાયા
રહેણાંક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં વરસાદી પાણીના સંગ્રહ માટે પરકોલેટિંગ વેલ બનાવાશે

144 crore rupees allocated for 7497 works of water storage in Ahmedabad city

144 crore rupees allocated for 7497 works of water storage in Ahmedabad city
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરપાલિકાને ઉત્તર પશ્ચિમ, દક્ષિણ પશ્ચિમ અને પશ્ચિમ ઝોનમાં વરસાદી પાણીના સંગ્રહના 7497 કામો માટે 144.32 કરોડ રૂપિયાની ફાળવણી કરવા માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી યોજનામાંથી આ કામોનું અમદાવાદ મહાનગરપાલિકા આયોજન કરશે. આ યોજનામાં 70:20:10 મુજબ પીપીપી ધોરણે ખાનગી સોસાયટીઓમાં લોકહિત કામો કરવામાં આવે છે.
અમદાવાદ શહેરના ઉત્તર પશ્ચિમ ઝોનમાં 3180, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 1617 તથા પશ્ચિમ ઝોનમાં 2500 મળી કુલ 7497 સોસાયટીઓની રેઈન વોટર હાર્વેસ્ટિંગ કામો માટે અરજીઓ મળી છે.
વરસાદી પાણીના સંગ્રહના કામોને વેગ આપવા ભૂગર્ભ જળ સંચય નીતિ અંતર્ગત પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવા રાજ્ય સરકાર પ્રોત્સાહન પૂરૂ પાડે છે.
AMCએ વરસાદી પાણીના સંગ્રહ માટે રહેણાંક સોસાયટીઓ, બહુમાળી મકાનો, એપાર્ટમેન્ટ્સમાં ગ્રાઉન્ડ વોટર ટેબલ રિચાર્જ કરવા પીપીપી ધોરણે પરકોલેટિંગ વેલ બનાવવાનું આયોજન કર્યું છે.
AMCએ જળ સંચયના કામો માટે શહેરી વિકાસ વિભાગ મારફતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ 206.16 કરોડ રૂપિયાની દરખાસ્ત રજૂ કરી હતી. તેથી રાજ્ય સરકારની 70 ટકા સહાય અનુસાર રૂપિયા 144.32 કરોડની ફાળવણી કરવા મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં દાળ-તેલના ભાવનો ડબલ ઝટકો! તુવેરદાળ ₹190ને પાર અને સિંગતેલમાં માત્ર 3 દિવસમાં ₹75નો વધારો! પણ તુવેરનું વાવેતર વધ્યું હોવા છતાં દાળ મોંઘી કેમ થઈ રહી છે?

ગુજરાતમાં નશાની લતનો ચિંતાજનક આંકડો! દરરોજ સરેરાશ 344 દર્દીઓ સારવાર લે છે, તો 6 વર્ષમાં કેટલો વધ્યો આ આંકડો?

સુરતમાં તહેવારો પહેલાં ઘીનો કથિત કાળો કારોબાર ઝડપાયો! અબ્રામાના ગોડાઉનમાં પોલીસનો દરોડો, ₹18.21 લાખનો મુદ્દામાલ જપ્ત