“રાજકોટ‑ભાવનગર હાઈવે પર ટ્રકએ 4 વાહનોને ઉડાડ્યાં"
કોઈ જાનહાનીના સમાચાર નથી અને 3 કાર અને બાઈકને ટ્રકચાલકે લીધા અડફેટે.

કોઈ જાનહાનીના સમાચાર નથી અને 3 કાર અને બાઈકને ટ્રકચાલકે લીધા અડફેટે.

કોઈ જાનહાનીના સમાચાર નથી અને 3 કાર અને બાઈકને ટ્રકચાલકે લીધા અડફેટે.
રાજકોટ ભાવનગર હાઈવે પર ટ્રકચાલક બેફામ બન્યો હતો અને આટકોટ પાસે 4 વાહનોને ટ્રકચાલકે અડફેટે લીધા હતા, રોડની સાઈડ પર ઉભેલા વાહનોને ટ્રકે ઉડાવ્યા હતા જેના કારણે કારને નુકસાન થયું હતુ, આ ઘટનામાં કોઈ જાનહાનીના સમાચાર નથી અને 3 કાર અને બાઈકને ટ્રકચાલકે લીધા અડફેટે.
અકસ્માતને પગલે લોકોના ટોળેટોળા ઉમટ્યા :
ટ્રક એટલી સ્પીડમાં હતો કે રોડની સાઈડ પર ઉભેલી ત્રણથી ચાર કારને ભારે નુકસાન થયું છે અને ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડયા હતા, આ ઘટના મોડી રાત્રે બની હતી જેના કારણે લોકોમાં દોડધામ મચી હતી અને લોકો જીવ બચાવવા કારની બહાર નીકળ્યા હતા તો ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, આ ઘટનામાં કારમાં રહેલ કોઈને જાનહાની થઈ નથી.
ટ્રકનું સ્ટેયરીંગ લોક થયું હોવાની વાત સામે આવી :
ટ્રકનું સ્ટેયરીંગ લોક થઈ ગયું હોવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાની વાત સામે આવી છે, તો પોલીસે પણ અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, કાર ચાલકે ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, આ અકસ્માતમાં ટ્રક ચાલકની પણ પોલીસે પૂછપરછ શરૂ કરી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.