"નવો બ્રિજ, નવી રાહ: વડોદરાની ટ્રાફિક સમસ્યાઓનો ઉકેલ"
8 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજની બંને બાજુના ફુટપાથની પહોળાઈ સાથે બ્રિજ 11 મીટર પહોળાઈ ધરાવે છે

8 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજની બંને બાજુના ફુટપાથની પહોળાઈ સાથે બ્રિજ 11 મીટર પહોળાઈ ધરાવે છે

8 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજની બંને બાજુના ફુટપાથની પહોળાઈ સાથે બ્રિજ 11 મીટર પહોળાઈ ધરાવે છે
વડોદરા કોર્પોરેશન દ્વારા કમાટીબાગ, બાલભવન પાસે આવેલા બ્રિજને સમાંતર નવો બ્રિજ બનાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. આ બ્રિજ બનાવવા 8.65 કરોડનો ખર્ચ થવાનો છે. કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી નરહરી હોસ્પિટલ તરફ જતા રસ્તા પર આવેલો આ બ્રિજ અંદાજે 25 વર્ષ જૂનો છે. 8 મીટર પહોળાઈ ધરાવતા બ્રિજની બંને બાજુના ફુટપાથની પહોળાઈ સાથે બ્રિજ 11 મીટર પહોળાઈ ધરાવે છે. આ બ્રિજ પર આવેલી ફૂટપાથ ઉપરથી પાણીની ફીડર લાઈન પસાર થાય છે. લાઈનને નુકસાન ન થાય તે માટે તેની સુરક્ષા હેતુસર લાઈન ફરતે ફેન્સીંગ કરવામાં આવતા ફૂટપાથ પરથી અવરજવર થઈ શકતી નથી જેના લીધે રોડ સાંકડો બની ગયો છે.
આ રોડ પરથી ટ્રાફિક સતત ચાલુ હોય છે જેના લીધે વાહન વ્યવહારની અવરજવર મુશ્કેલ રહે છે. અગાઉ જે રોડ લાઇન મંજૂર થઈ છે, તેમાં કાશીબા બાજુથી નરહરી હોસ્પિટલ તરફ અને કારેલીબાગ બાજુ 18 મીટરની પહોળાઈ ધરાવતો રોડ છે. જ્યારે કાશીબા હોસ્પિટલ તરફના ભાગમાં આઠ મીટર ગ્રીન બેલ્ટની જગ્યા છે. વર્ષો જૂના આ બ્રિજ તરફ બંને બાજુ 18 મીટરની રોડ લાઇન હોવા છતાં બ્રિજ સાંકડો હોવાના કારણે ટ્રાફિક જામ વારંવાર જોવા મળે છે. આ સમસ્યાના ઉકેલ માટે સલાહકાર દ્વારા નવો બનાવવા સૂચન કર્યું હતું. હાલ જે નવો બ્રિજ બની રહ્યો છે તેની લંબાઈ 208 મીટર રહેશે. કાશીબા તરફ અપ્રોચ 76 મીટરનો અને નરહરી બાજુ 81 મીટર અપ્રોચ રહેશે. બ્રિજની વચ્ચેના ભાગની લંબાઈ 51 મીટર રહેશે. આ નવો બ્રિજ ટુ લેન બની રહ્યો છે. જેમાં એક બાજુની પહોળાઈ કુલ 9 મીટર રહેશે. નવા અને જૂના બ્રિજના ફાઉન્ડેશનને નુકસાન ન થાય તે માટેનું સ્ટ્રકચર પણ ઊભું કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

અમદાવાદના CTM ટોલનાકા પાસે ₹25.5 કરોડનું ડ્રગ્સ ઝડપાયું! ત્રણ આરોપીઓની ધરપકડ બાદ સામે આવી ચોંકાવનારી વિગતો…

તાપીના સોનગઢમાં નવરાત્રી સંબંધિત સોશિયલ મીડિયા પોસ્ટ પર વિવાદ બાદ યુવકના ઘર પર પથ્થરમારો થયાનો આરોપ લાગ્યો છે. પોલીસે હત્યાના પ્રયાસ અને રમખાણો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે, જ્યારે પોલીસની ખાતરી બાદ બંધનું એલાન પાછું ખેંચાયું હતું.

વડોદરાના તાંદલજા વિસ્તારમાં યુસુફ પઠાણના 978 ચો.મી.ના પ્લોટ વિવાદમાં મોટો વળાંક આવ્યો છે. પ્રસ્તાવ મુજબ 500 ચો.મી. જમીન મફત અને બાકીની જમીન પર 45% ડિસ્કાઉન્ટની જોગવાઈ છે. હવે આ મામલે VMCની મંજૂરી સહિતની આગળની પ્રક્રિયા પર સૌની નજર છે.