વિશ્વ અલ્ઝાઈમર દિવસ: શું તમે પણ વારંવાર કઈંક ને કઈંક ભૂલી જાવ છો
ભૂલવાની બીમારી કેમ છે ખતરનાક, જાણો લક્ષણ અને ઘરગથ્થું ઉપચાર

world alzheimer day

world alzheimer day
અમદાવાદ: દર વર્ષે 21 સપ્ટેમ્બરને વિશ્વ અલ્ઝાઈમર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અલ્ઝાઈમર એક મગજનો રોગ છે જે મગજના એવા ભાગોને અસર કરે છે જે માનવીને વિચારવામાં, સમજવામાં, યાદ રાખવામાં અને લાગણીઓને વ્યક્ત કરવામાં મદદ કરે છે. આ રોગ લોકોને પરેશાન કરે છે. અલ્ઝાઈમર રોગ માત્ર દર્દી માટે જ નહીં પરંતુ દર્દીના પરિવાર માટે પણ ઘણા પડકારો બનાવે છે. કારણ કે દર્દી વયના તે તબક્કામાં હોય છે જ્યાં તેને સમજવું અને સમજાવવું બંને મુશ્કેલ હોય છે.
અલ્ઝાઈમર ઝડપથી ફેલાતો મસ્તિષ્ક રોગ છે. તેની શરૂઆતમાં વસ્તુઓ ભૂલી જવાય છે અને સાંપ્રત ઘટનાઓને યાદ કરવામાં મુશ્કેલી ઉદભવે છે. અતઃ તે રોજિંદી ગતિવિધિઓ અને ત્યાં સુધી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ યાદ કરવા સુધી પણ અસક્ષમતા દર્શાવે છે. આ રોગ વૃદ્ધાવસ્થામાં લોકોને પરેશાન કરે છે.
આ દિવસ દર વર્ષે કેટલીક મહત્વપૂર્ણ બાબતો પર પ્રકાશ પાડવા માટે ઉજવવામાં આવે છે.
લોકો હંમેશા અલ્ઝાઈમર અથવા ડિમેન્શિયાના રોગને ખોટી રીતે સમજે છે, કેટલાક લોકો તેને સમજવામાં ભૂલ પણ કરે છે. આ દિવસે સમાજમાં અલ્ઝાઈમર વિશે ખોટી માહિતી અને માન્યતાઓ દૂર કરવામાં આવે છે.
સમાજમાં હંમેશા રોગોને લઈને ભેદભાવ જોવા મળે છે. આ દિવસે અલ્ઝાઈમર સામેના ભેદભાવના કલંકને દૂર કરવાનું કામ પણ કરવામાં આવે છે.
આ રોગ વિશે લોકોમાં જાગૃતિ વધારવી પણ મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક લોકો પાસે તેના લક્ષણો વિશે સાચી માહિતી નથી.
આ રોગથી પીડિત એવા ઘણા લોકો છે જેઓ તેમની સારવાર કરાવવામાં અસમર્થ છે, અલ્ઝાઈમર ડે પર તે દર્દીઓ માટે ભંડોળ એકત્ર કરવાનું કામ પણ કરવામાં આવે છે.
જો કે હજુ સુધી આ રોગનો કોઈ કાયમી ઈલાજ શોધી શકાયો નથી. ઘરેલું ઉપચાર વડે અલ્ઝાઈમરથી બચવા માટે કેટલાક ઘરગથ્થુ ઉપાય કરી શકો છો. જેમ કે..
ડાન્સ કરી શકે છે, તમે પેઇન્ટિંગના શોખીન છો, તો તમે તે પણ કરી શકો છો, ફ્રૂટ્સ-શાકભાજી-કઠોળ જેવા પૌષ્ટિક ખોરાક વઘુ લેવા, દરરોજ 30 મિનિટ કસરત કરો, સિનિયર સિટીઝન્સે એકલવાયું જીવન જીવવા કરતાં શક્ય તેટલા લોકોને રોજ મળવું જોઇએ. કોઇ હોબી ક્લાસમાં પણ જોડાઇ શકાય, બ્લડપ્રેશર-ડાયાબિટિસ-હૃદયની સમસ્યાને નિયંત્રણમાં રાખો, દરરોજ 7થી 8 કલાકની ઊંઘ લો.
અલ્ઝાઈમરના લક્ષણો
- સામે વાળી વ્યક્તિ જાણીતી હોવા છતાં ઓળખવામાં વાર થવી
- આયોજનમાં પડકાર અથવા સમસ્યા ઉકેલમાં તકલીફ
- વસ્તુઓના સ્થળ ભૂલવા અને વસ્તુઓ લેતા ભૂલી જવું
- નામ યાદ આવવામાં સમસ્યા
- સ્વભાવ અને વ્યક્તિત્વમાં ફેરફાર થવો
- ખોરાક લીધો હતો કે કેમ, રોજબરોજનો રસ્તો યાદ નહીં આવવું
- કોઇ વ્યક્તિને ફોન કર્યા બાદ કયા કામથી ફોન કર્યો હતો તે યાદ નહીં આવવું
- ખરીદી કરવા ગયા હોવ તો શું ખરીદી કરવા નીકળ્યા હતો તે જ યાદ નહીં આવવું
- ચલણી નોટ ગણતા-ગણતા અચાનક જ તેનો ક્રમ ભૂલી જવો
- સામાન્ય શબ્દ જેમ કે મોબાઇલ-પેન-ટીવી જેવા રોજબરોજના શબ્દો પણ માંડ યાદ આવવા
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ