રાજ્યમાં ચાંદીપુરા વાયરસથી બાળકોનો મૃત્યુઆંક 38 પર પહોંચ્યો
શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસોની સંખ્યા 101 થઈઃ 22 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

The death toll of children due to Chandipura virus reached 38 in the state

The death toll of children due to Chandipura virus reached 38 in the state
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા દરરોજ વધી રહી છે. 24 જુલાઈ સુધીમાં 101 શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. જેમાંથી 22 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જ્યારે ચાંદીપુરા વાયરસથી મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે.
ચાંદીપુરા વાયરસનું સંક્રમણ ગ્રામીણ બાદ શહેરી વિસ્તારમાં પણ પ્રસર્યુ છે. 22 જિલ્લા અને 4 શહેરોમાં ચાંદીપુરા વાયરસના કેસ નોંધાયા છે. 24 જુલાઈ સુધીમાં રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 101 શંકાસ્પદ કેસ નોંધાયા છે.
જેમાંથી 22 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૌથી વધુ પંચમહાલ જિલ્લામાં 14 કેસ નોંધાયા છે. જ્યારે બીજા નંબરે સાબરકાંઠા જિલ્લામાં 10 કેસ જોવા મળ્યા છે.
જ્યારે 38 બાળકોના ચાંદીપુરા વાયરસથી મોત થયા છે. જેમાં સૌથી વધારે પંચમહાલ જિલ્લામાં 5 બાળકોના અને અરવલ્લી, રાજકોટ, બનાસકાંઠા અને મોરબીમાં 3-3 બાળકોના મોત થયા છે.
હાલમાં 49 બાળદર્દી સારવાર હેઠળ છે. જ્યારે 14 દર્દીઓને રજા આપવામાં આવી છે. રાજસ્થાનના કુલ 3 દર્દી પૈકી 2 દર્દી દાખલ છે અને 1 દર્દીનું મોત થયુ છે. જ્યારે મધ્યપ્રદેશના 2 દર્દીઓ સારવાર હેઠળ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ