ટાટા હેરિયર EVનું ઉત્પાદન શરૂ, પ્રથમ દિવસે જ 10,000 બુકિંગ
સ્પોર્ટ્સ કાર જેવો પરફોર્મન્સ આપતી ટાટાની હેરિયર EV, RWD અને QWD વિકલ્પમાં 627 કિમી સુધીની રેન્જ

ટાટા હેરિયર EVનું ઉત્પાદન શરૂ

ટાટા હેરિયર EVનું ઉત્પાદન શરૂ
દેશી ઓટો કંપની ટાટા મોટર્સે પોતાની સૌથી વધુ ચર્ચાયેલી ઇલેક્ટ્રિક SUV, ટાટા હેરિયર EVનું ઉત્પાદન શરૂ કરી દીધું છે. કંપનીએ જાહેરાત કરી છે કે બુકિંગના પહેલા જ દિવસે 10,000થી વધુ બુકિંગ મળ્યાં છે. ટાટા હેરિયર EV માત્ર એક સામાન્ય ઇલેક્ટ્રિક કાર નથી, પરંતુ તે સ્પોર્ટ્સ કાર જેવી પાવરફુલ પરફોર્મન્સ આપે છે.
ટાટા મોટર્સ અનુસાર, હેરિયર EVના ડિલિવરીઓ આ મહિને જ શરૂ થઈ જશે. ગ્રાહકો માટે હેરિયર EV બે અલગ અલગ પાવરટ્રેન વિકલ્પોમાં ઉપલબ્ધ છે — RWD (રિયર વ્હીલ ડ્રાઇવ) અને QWD (ડ્યુઅલ મોટર ક્વોટ્રા વ્હીલ ડ્રાઇવ).
હેરિયર EVના પાવરટ્રેન પરફોર્મન્સ:
RWD મોડલ: 235 bhp પાવર અને 315 Nm ટોર્ક જનરેટ કરશે.
QWD મોડલ: 391 bhp પાવર અને 504 Nm ટોર્ક આપશે.
બેટરી વિકલ્પો:
65 kWh બેટરી પેક: 538 કિમીની MIDC પ્રમાણિત રેન્જ આપે છે.
75 kWh બેટરી પેક: હેરિયર RWD મોડલમાં 627 કિમી અને QWD મોડલમાં 622 કિમીની રેન્જ આપે છે.
હેરિયર EVમાં આવતી સુવિધાઓ:
હેરિયર EVમાં ટાટાએ આધુનિક તકનીકોનો સમાવેશ કર્યો છે જેમાં સામેલ છે. સંપૂર્ણ ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર, Samsung અને Harman સાથે વિકસાવેલી Neo QLED ઇન્ફોટેઇનમેન્ટ સ્ક્રીન, Dolby Atmos અવાજ અનુભવ, 540-ડિગ્રી કેમેરા સિસ્ટમ - પાર્કિંગ અને નૅવિગેશનમાં મદદરૂપ, ડિજિટલ અંદરનું રિઅર વ્યૂ મિરર (IRVM) અને ટ્રાન્સપેરન્ટ હૂડ વ્યુ ફંક્શન, જે દુરગમ રસ્તાઓ પર નીચેનું ગ્રાઉન્ડ દર્શાવે છે
ટાટા મોટર્સે હેરિયર EV દ્વારા ભારતીય ઇલેક્ટ્રિક કાર બજારમાં એક નવી દિશા નિર્ધારિત કરી છે, જેમાં ટેકનોલોજી, પાવર અને સેફ્ટીનું પરફેક્ટ સંયોજન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ