સુરત BRTSમાં બેદરકારીની પોલ ખુલી!
ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
સુરત BRTSમાં બેદરકારીની પોલ ખુલી! ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ
સુરત: સુરત BRTS બસ સેવામાં તંત્રની કથિત બેદરકારી દર્શાવતો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. વીડિયોમાં ચાલુ BRTS બસની અંદરની છતનું પેનલ તૂટેલી હાલતમાં જોખમી રીતે નીચે લટકતું જોવા મળી રહ્યું છે. આ દ્રશ્યો સામે આવતા રોજિંદા મુસાફરોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે.
ચાલુ બસમાં છતનું પેનલ લટકતું જોવા મળ્યું
વાયરલ વીડિયોમાં BRTS બસની અંદરની છતનો એક ભાગ તૂટીને નીચે લટકતો નજરે પડે છે. મુસાફરો બસમાં મુસાફરી કરી રહ્યા હતા ત્યારે જ આ સ્થિતિ જોવા મળતાં કોઈ મોટી દુર્ઘટના સર્જાઈ શકે તેવી ભીતિ ઊભી થઈ હતી. ચોમાસા દરમિયાન બસની સ્થિતિ વધુ કથળેલી જોવા મળતી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે. વરસાદી પાણી અને બસની અંદરની ખરાબ સ્થિતિને કારણે મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.
BRTS બસોની જાળવણી સામે સવાલ
સુરતની BRTS સેવા શહેરના હજારો લોકો માટે રોજિંદા પરિવહનનું મહત્વનું સાધન છે. ત્યારે ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટકતું હોવાનો વીડિયો સામે આવતા BRTS બસોની મેન્ટેનન્સ અને સમયસરની તપાસ સામે સવાલો ઊભા થયા છે. મુસાફરોની સુરક્ષા માટે બસોને નિયમિત રીતે ચેક કરવામાં આવે છે કે નહીં અને ખામીયુક્ત બસોને રસ્તા પર દોડાવવામાં આવી રહી છે કે કેમ, તે અંગે પણ ચર્ચા શરૂ થઈ છે.
ભાડું વસૂલાય છે, સુવિધા ક્યાં?
મુસાફરો પાસેથી પરિવહન સેવાના નામે ભાડું વસૂલવામાં આવે છે, ત્યારે તેમને સુરક્ષિત અને યોગ્ય સ્થિતિમાં બસ સેવા આપવાની જવાબદારી તંત્રની છે. વાયરલ વીડિયોને પગલે લોકોમાં પણ તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે. મુસાફરોની માંગ છે કે વાયરલ થયેલા વીડિયોની ગંભીરતાથી તપાસ કરવામાં આવે અને સુરત BRTSની તમામ બસોની મેન્ટેનન્સ અને સુરક્ષા તપાસ કરવામાં આવે. હાલ વાયરલ થયેલા વીડિયોની ચોક્કસ તારીખ અને બસની ઓળખ અંગે સત્તાવાર માહિતી સામે આવી નથી. જોકે, વીડિયો સામે આવ્યા બાદ સુરત BRTS વ્યવસ્થાની જાળવણી અને મુસાફરોની સુરક્ષા ચર્ચાના કેન્દ્રમાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર

ધારાશિવ જિલ્લામાં ભેળસેળયુક્ત દૂધના મોટા રેકેટનો પર્દાફાશ, લોકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં