અમદાવાદ શહેરમાં લાગ્યા મહિલાઓ માટે સેફટી બોક્સ
સેફ્ટી બોક્સમાં બટન દબાવતા પોલીસ કંટ્રોલ રૂમમાં થશે વીડિયો કોલ

Safety box for women in Ahmedabad city

Safety box for women in Ahmedabad city
અમદાવાદમાં મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સલામતી માટે શહેર પોલીસે નવતર પહેલ શરૂ કરી છે. શહેરમાં 205 જેટલાં સ્ટ્રીટ લાઈટના થાંભલા ઉપર સેફ્ટી બોક્સ લગાવવામાં આવ્યા છે. મહિલા, બાળક અને વરિષ્ઠ નાગરિક ઈમરજન્સી સમયે સેફ્ટી બોક્સમાં હેલ્પનું બટન દબાવતાં સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં વીડિયો કોલ થશે.
જેના આધારે સ્થળ ઉપર પહોંચીને પોલીસ જે તે નાગરિકને ફરિયાદ સંદર્ભે કાર્યવાહી કરશે.
અમદાવાદ શહેરમાં રસ્તા ઉપર ફરતા હોવ અને કોઈ અનિચ્છનીય ઘટના બને તો તમારે ડરવાની જરૂર નથી. શહેર પોલીસ હવે તમને દરેક પરિસ્થિતિમાં મદદ કરવા તત્પર રહેશે. જે વિસ્તારમાં તમારી સાથે અનિચ્છનીય ઘટના બને તો તમારે સ્ટ્રીટ લાઈટ થાંભલા ઉપર લગાવેલા ઈમરજન્સી કોલ બોક્સ(ECB)નું બટન દબાવવાનું રહેશે.
બટન દબાવતાની સાથે સેફ્ટી બોક્સમાંથી વીડિયો કોલ થશે. આ વીડિયો કોલ સીધો પોલીસ કંટ્રોલ રૂમમાં થશે. પોલીસ કંટ્રોલમાં ફરજ પરના કર્મચારી તમારી સાથે વાત કરશે. જેના આધારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને જે તે નાગરિકની મદદ કરશે. શહેરમાં 205 સ્ટ્રીટ લાઈટના થાંભલા પર સેફ્ટી બોક્સ લગાવવામાં આવ્યા છે.
205 સ્ટ્રીટ લાઈટના થાંભલા પર ECB લગાવાયા :
શહેરના સ્પેશિયલ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીએ સેફ્ટી બોક્સ અંગે જણાવ્યું હતુ કે, મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોની સુરક્ષા માટે 205 થાંભલા પર ઈમરજન્સી કોલ બોક્સ (ECB) લગાવ્યા છે.
કોઈ નાગરિકને સમસ્યા હોય તો તેઓ સેફ્ટી બોક્સમાં હેલ્પનું બટન દબાવી શકે છે. બટન દબાવતાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં વીડિયો કોલ થશે. જેના આધારે પોલીસ તરત જ નાગરિકની મદદ માટે આવશે.
સેફ્ટી બોક્સ કેવી રીતે કામ કરે છે :
કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટથી સેફ્ટી બોક્સ લગાવાયા છે. હાલમાં દૈનિક 50 કોલ આવે છે. ઇમરજન્સી કોલ બોક્સ (ECB) દ્વિ-માર્ગી સંચાર વ્યવસ્થા છે. બોક્સમાં હેલ્પના બટન સાથે માઈક, સ્પીકર અને કેમેરા લગાવેલા છે.
કોઈપણ ઘટના સમયે વ્યક્તિ મશીનમાં ઇન્સ્ટોલ કરેલું બટન દબાવતાની સાથે પોલીસ કંટ્રોલ રૂમમાં વીડિયો કોલ થશે. જેનાથી નાગરિક પોલીસ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ થશે. કનેક્ટ થયા બાદ નાગરિક પોતાની સમસ્યા જણાવી શકશે. જેના આધારે પોલીસ તરત જ તમારી મદદ માટે પહોંચી જશે.
ECB બોક્સથી નાગરિકોને શું ફાયદો થશે :
ઈમરજન્સી કોલ બોક્સ (ECB) લગાવવાથી મહિલાઓ, બાળકો અને વરિષ્ઠ નાગરિકોને ફાયદો થશે. આ કોલ બોક્સથી એકલા અથવા અસલામતી અનુભવતા નાગરિકોને તાત્કાલિક પોલીસની મદદ મળી રહેશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ