PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત, શાંતિ સ્થાપનાની અપીલ
PM મોદીની ઈરાનના રાષ્ટ્રપતિ સાથે ટેલિફોનિક વાતચીત, ક્ષેત્રીય અખંડતા, શાંતિ અને સ્થિરતા માટે સંવાદ દ્વારા તણાવ ઘટાડવા અપીલ

PM મોદીની ટેલિફોનિક વાતચીત

PM મોદીની ટેલિફોનિક વાતચીત
અમેરિકાએ આજે ઈરાનમાં ત્રણ સ્થળો - નતાન્ઝ, ઇસ્ફહાન અને પર્વતોથી દટાયેલા ફોર્ડો પર હુમલો કરીને ઈરાન-ઇઝરાયલ સંઘર્ષમાં પ્રવેશ કર્યો છે. આ હુમલા બાદ ઈરાનના રાષ્ટ્રપતિએ મોદી સાથે ટેલિફોનિક વાત કરી હતી. PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથેની ટેલિફોનિક ચર્ચા વિષે તેમના X અકાઉન્ટ ઉપર જણાવ્યું હતું.
PM મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ સાથે વાતચીતમાં ક્ષેત્રીય અખંડતા, શાંતિ અને સ્થિરતા માટે સંવાદ દ્વારા તણાવ ઘટાડવા અપીલ પણ કરી છે. સર્વપ્રથમ ઈઝરાયલે ઈરાનના પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા હતા જે બાદ બંને દેશો વચ્ચે યુદ્ધ છેડાયું હતું. હવે આ યુદ્ધમાં ઈઝરાયલની પડખે અમેરિકાની પણ એન્ટ્રી થઈ ગઈ છે. અમેરિકાએ ઈરાનના મુખ્ય ત્રણ પરમાણુ ઠેકાણા પર હુમલા કર્યા છે. અમેરિકાના હુમલા બાદ સમગ્ર મિડલ ઈસ્ટમાં તણાવમાં અત્યંત વધારો થયો છે. અનેક દેશો તથા UNએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે.
સૂત્રથી જણાવા મળ્યું કે ઈરાની પરમાણુ સુવિધાઓ પર અમેરિકાના હુમલા બાદ શ્રી પેઝેશ્કિયાન તરફથી 45 મિનિટ ચાલેલો આ ફોન કોલ આવ્યો હતો. ઈરાની રાષ્ટ્રપતિએ પીએમ મોદીને બદલાતી પરિસ્થિતિ વિશે વિગતવાર માહિતી આપી હતી. એક અહેવાલ ઉપરથી જાણવા મળ્યું કે ઇરાને ભારતને પ્રાદેશિક શાંતિ, સુરક્ષા અને સ્થિરતાને પ્રોત્સાહન આપવામાં મિત્ર અને ભાગીદાર ગણાવ્યું હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ