વાવ-થરાદ જિલ્લા પંચાયત સીમાંકનની વાંધા અરજી ફગાવી
જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકન અને અનામત ફાળવણીની અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર

ગુજરાત હાઈકોર્ટની ફાઈલ તસવીર
વાવ-થરાદ જિલ્લા પંચાયતની બેઠકોના સીમાંકન અને અનામત ફાળવણીને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઈકોર્ટની ખંડપીઠે ચુકાદો આપતાં જણાવ્યું કે, કોઈ નાગરિક ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવે ત્યારે વાંધા કે સૂચનો રજૂ ન કરે તો અંતિમ જાહેરનામાને પડકારવાનો અધિકાર ગુમાવી દે છે.
ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એન.એસ. સંજય ગૌડા અને જસ્ટિસ જે. એલ. ઓડેદરાની ખંડપીઠે અરજદાર ઈશ્વરભાઈ પરમારે દાખલ કરેલી રિટ પિટિશન પર સુનાવણી કરી હતી. વાવ-થરાદ જિલ્લામાં બેઠકોની અનામત ફાળવણીના નિર્ણય સામે અરજદારે હાઈકોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.
રાજ્ય ચૂંટણી આયોગે 25 ફેબ્રુઆરી 2026ના રોજ ડ્રાફ્ટ નોટિફિકેશન જાહેર કરી જનતાના સૂચનો અને વાંધા મંગાવ્યા હતા. જે તે સમયે અરજદારે કોઈપણ પ્રકારનો વાંધો રજૂ કર્યો નહોતો. તે સમયે SC અને ST મહિલા માટે અનામત રાખવાના નિર્ણયથી તેઓ સંતુષ્ટ હતા.
હાઈકોર્ટે અવલોકન કરતાં કહ્યું કે, ગુજરાત તાલુકા અને જિલ્લા પંચાયતના નિયમો 2010 હેઠળ સંપૂર્ણ પ્રક્રિયાનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું. અરજદારે ડ્રાફ્ટ સ્ટેજ પર મૌન સાધ્યું હોવાથી હવે તેઓ 9 માર્ચ 2026ના અંતિમ જાહેરનામાને પડકારવાનો કાનૂની હક ગુમાવી ચૂક્યા છે. આ કાનૂની ક્ષતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી.
અરજદારના વકીલ અમૃત ભાટિયાએ જણાવ્યું કે, અરજદારને જે તે સમયે અનામત ફાળવણી અંગે સંતોષ હતો. જેના કારણે તેમણે કોઈ વાંધો રજૂ કર્યો નહોતો. બાદમાં પરિસ્થિતિ બદલાતા તેઓએ કોર્ટમાં અરજી કરી હતી.
મહત્વપૂર્ણ છે કે ડ્રાફ્ટ નોટિફિકેશન દરમિયાન પોતાના અધિકારો માટે અવાજ ઉઠાવવો જરૂરી છે. તે સમયે અવાજ ન ઉઠાવો તો બાદમાં કાનૂની રીતે પડકારવાનો તમારો માર્ગ બંધ થઈ જાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ