નેપાળ: બદલાયેલી ચોમાસાની સીઝનથી વિનાશ સર્જાયો
નદીઓ ભયજનક સ્તરે: કાઠમંડુ સહિત અનેક વિસ્તારોમાં પૂરનું જોખમ, લાખો લોકો પ્રભાવિત

ચોમાસા સીઝનથી વિનાશ સર્જાયો

ચોમાસા સીઝનથી વિનાશ સર્જાયો
નેપાળના પૂર્વીય વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિએ વિનાશ વેર્યો છે. છેલ્લા 24 કલાકમાં એકલા ઇલામ જિલ્લામાં પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓમાં ઓછામાં ઓછા 18 લોકોના મોત થયા છે, જેના પગલે સમગ્ર પ્રદેશમાં ભયનો માહોલ છે. પોલીસે મૃત્યુઆંક વધવાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે ક્ષતિનું આકલન હજી પણ પ્રાથમિક તબક્કામાં છે.
ઇલામમાં સૌથી વધુ નુકસાન
કોશી પ્રાંત પોલીસ ઓફિસના પ્રવક્તા SSP દીપક પોખરેલ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ઇલામ જિલ્લાના વિવિધ નગરપાલિકા વિસ્તારમાં જાનહાનિ થઈ છે. SSP પોખરેલે સ્પષ્ટ કર્યું કે હાલમાં માત્ર પ્રાથમિક વિગતો જ ઉપલબ્ધ છે અને મૃત્યુઆંક વધી શકે છે.
સુરક્ષા એજન્સીઓ મેદાનમાં
પૂર્વી નેપાળમાં થયેલી આ ગંભીર દુર્ઘટના બાદ નેપાળ આર્મી, સશસ્ત્ર પોલીસ દળ અને નેપાળ પોલીસ સહિત ત્રણેય સ્તરની સુરક્ષા એજન્સીઓને રાહત અને બચાવ કાર્ય માટે તૈનાત કરવામાં આવી છે. કાઠમંડુ ખીણ વિસ્તારમાં પણ નદીઓમાં પાણીનું સ્તર વધી રહ્યું હોવાથી, સુરક્ષા એજન્સીઓ શનિવાર સવારથી જ નદી કિનારેની વસાહતોમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળોએ સ્થળાંતરિત કરવાના કાર્યમાં લાગેલી છે.
જળવિજ્ઞાન અને હવામાન વિભાગે બાગમતી, હનુમંતે, મનોહરા સહિતની મુખ્ય નદીઓમાં પાણીના સ્તરમાં વધારો નોંધ્યો છે અને ચેતવણી આપી છે કે પૂરનું પાણી માર્ગો પર અને રહેણાંક વિસ્તારોમાં પ્રવેશી શકે છે. સૂર્યસરી, ઉદયપુર, સપ્તરી, સિરહા, કાઠમંડુ અને ચિતવન સહિત અનેક જિલ્લાઓમાં પૂર અને ભૂસ્ખલનનું જોખમ ખૂબ ઊંચું હોવાનું જણાવાયું છે.
ચાલુ વર્ષે નેપાળમાં સરેરાશ કરતાં વધુ ચોમાસું રહેવાની અપેક્ષા હતી, પરંતુ વરસાદની પેટર્ન બદલાઈ ગઈ છે. ચોમાસાની સત્તાવાર વિદાયનો સમયગાળો પસાર થયા પછી પણ હવામાન પ્રણાલી સક્રિય થતાં ભારે વરસાદ પડી રહ્યો છે. નેશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન એન્ડ મેનેજમેન્ટ ઓથોરિટી (NDRRMA)એ અગાઉ આગાહી કરી હતી કે આ વર્ષે ચોમાસા સંબંધિત આપત્તિઓથી આશરે 20 લાખ લોકો પ્રભાવિત થઈ શકે છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ