અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પ્લેક્સના એક ફ્લેટમાં સવારે 8 વાગ્યાની આસપાસ ભીષણ આગ લાગી હતી. આ ઘટનામાં એક વૃદ્ધ દંપતી સહિત ત્રણ લોકોના મોત થયા છે. લોખંડવાલામાં સીઆર નંબર 4 સ્થિત 14 માળની ઇમારત રિયા પેલેસના 10મા માળના ફ્લેટમાં આગ લાગી હતી. ત્યાંથી ઘણો ધુમાડો નીકળી રહ્યો હતો.જો કે આગ માત્ર ફ્લેટ પુરતી જ સીમિત રહી હતી. પરંતુ એક જ માળે અને ઉપરના માળેથી ગભરાયેલા અનેક લોકો ઘરની બહાર નીકળી સોસાયટીના બગીચામાં પહોંચ્યા હતા.
બચાવકર્મીઓના જણાવ્યા અનુસાર ફાયર બ્રિગેડના જવાનોએ લગભગ એક કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. ફ્લેટમાંથી બચાવી લીધા પછી, ગંભીર હાલતમાં ત્રણ લોકોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા.આગ લાગવાનું મુખ્ય કરાણ શોર્ટ સર્કિટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. એક રહેવાસીએ જણાવ્યું કે ફ્લેટમાં રહેતા તમામ લોકો દાઝી ગયા હતા. વૃદ્ધ દંપતી અને ત્રીજા વ્યક્તિ પાસે આગ અને ધુમાડાથી બચવાનો સમય નહોતો.
બિલ્ડીંગના રહેવાસીઓ દ્વારા જણાવ્યા અનુસાર આ ઘટના લગભગ 7 વાગ્યાની આસપાસ બની હતી. પા઼ડોશીઓ દ્વારા ફ્લેટમાંથી ધુમાડો નીકળતો જોવા મળ્યો હચો ત્યાર બાદ પાડોસીઓ દ્વારા ત્વરીતે ફાયર બ્રિગેડને આગની જાણ કરવામાં આવી હતી. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક ઘટના સ્થળ પર પહોચી હતી. ફારબ્રિગેડ આવે તે પહેલા સ્થાનિકો દ્વારા મકાનનો દરવાજો તોડી અંદર પ્રવેશવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ ફ્લેટની અંદરના ધુમાડામાં કંઈ દેખાતું ન હતું. ફાયર બ્રિગેડની ટીમે કામગીરી શરૂ કરી હતી. ટીમે ઘરની અંદરથી ત્રણ લોકોને બહાર કાઢ્યા બાદ તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યા ડૉક્ટર દ્વારા તેમને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.