ટેટી મીઠી છે કે ફિક્કી, ફળ ખરીદતા પહેલા આ રીતે તેની મીઠાશ ચકાસો..
ટેટીની સુગંધ પરથી નક્કી કરો,ટેટીનો નીચેનો હિસ્સો ચેક કરો..

ટેટી મીઠી છે કે ફિક્કી

ટેટી મીઠી છે કે ફિક્કી
ઉનાળાની ઋતુમાં લોકો મોટાભાગે તરબૂચ અને ટેટી જેવા ફળોને તેમના ડાયટ પ્લાનમાં સામેલ કરે છે. ઉનાળામાં ટેટી ખાવું તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. એવામાં જાણીએ કે ટેટી ખરીદતા પહેલા તેને કાપ્યા વગર જ તેની મીઠાશની અંદાજ લગાવવા ઈચ્છો છો તો ટિપ્સ બનશે ઉપયોગી.
જો ટેટીમાંથી તીવ્ર સુગંધ આવતી હોય તો સમજવું કે ટેટી મીઠી હશે, જો સુગંધ હળવી હોય તો સમજવું કે તે ઓછી મીઠી હોઈ શકે છે. બીજી તરફ, જો નજીકથી સુંઘતા જ સુગંધ આવે છે તો સમજવું કે તે અંદરથી પાકેલી છે પણ મીઠી નથી.
ટેટીનો કલર જોઈને કોઈ પણ કહી શકે છે કે તે મીઠી છે કે નહી. જો ટેટીનું બહારનું પડ પીળા કલરનું હોય અને તેના પર લીલી જાળી જેવી પટ્ટીઓ હોય તો તે અંદરથી ખૂબ જ મીઠી અને સ્વાદિષ્ટ હશે. પરંતુ જો ટેટી લીલી અને મુલાયમ હોય તો તે બગડી શકે છે તેથી તેને ખરીદશો નહીં.
ટેટીના ઉપરના ભાગને સ્ટેમ કહેવામાં આવે છે. બજારમાં ઘણા પ્રકારની ટેટી મળે છે, તેથી ટેટી ખરીદતી વખતે, સૌપ્રથમ તેની દાંડી તપાસો. તેને દબાવીને તપાસો, જો દાંડી આસાનીથી દબાઈ જાય તો સમજવું કે ટેટી પાકેલી અને મીઠી છે. જો દાંડીમાં છિદ્ર હોય અથવા ખૂબ વળેલી હોય, તો તેને ખરીદશો નહીં, કારણ કે તે ખરાબ થઈ શકે છે.
ઉપરથી ટેટી જોવાની સાથે તેનો નીચેનો ભાગ પણ જોવો જોઈએ. ટેટીનો નીચેનો હિસ્સો જો ઘાટા કલરનો હોય તો સમજવું કે તે કુદરતી રીતે પાકેલી છે, તેને પકાવવા માટે કોઈ કેમિકલનો ઉપયોગ નથી થયો. જો ટેટીનો નીચેનો હિસ્સો સામાન્ય દેખાતો હોય તો તે ખરીદશો નહી. કારણ કે આવી ટેટી પાકેલી અને મીઠી તો હશે, પરંતુ તેને કેમિકલથી પકાવેલી હશે.
ટેટીના વજન પરથી પણ જાણી શકાય છે કે તે પાકેલી અને મીઠી છે કે નહી. ટેટી જેટલી ભારે તેનો મતલબ તેમાં વધુ બીજ હોય છે, જેના કારણે તે ઓછી મીઠી હોય છે. તેમજ જો ટેટી વજનમાં હલકી હશે તો તેમાં બીજ ઓછા હશે અને તે મીઠી હશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ