અમદાવાદમાં આ વર્ષે યોજાઇ રહેલી 148મી રથયાત્રાનો ખર્ચ કેટલો?
અમદાવાદમાં યોજાઇ રહેલી 148મી રથયાત્રામાં સુરક્ષામાં સૌથી વધુ ખર્ચ થાય છે, આ વર્ષે 22 કરોડથી વધુના ખર્ચે રથયાત્રાનું આયોજન

રથયાત્રામાં સુરક્ષામાં સૌથી વધુ ખર્ચ

રથયાત્રામાં સુરક્ષામાં સૌથી વધુ ખર્ચ
દેશભરમાં ઘણા રાજ્યોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા ઉજવાય છે, પરંતુ સૌથી વધુ પ્રખ્યાત અને મહત્વપૂર્ણ રથયાત્રાઓમાં ઓડિશાની જગન્નાથપુરી અને ગુજરાતની અમદાવાદની રથયાત્રા (Ahmedabad Rath Yatra) સામેલ છે. અષાઢ સુદ બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં બેસી અમદાવાદમાં લગભગ દોઢ સદીથી ભક્તોને દર્શન આપવા નગરયાત્રાએ નીકળે છે. નગરયાત્રાએ નીકળેલા ભગવાન જગન્નાથના દર્શન માટે ભાવિક ભક્તોની ભીડ જામતી હોય છે.
અમદાવાદ જમાલપુર સ્થિત જગન્નાથ મંદિર (Jagannath Mandir Ahmedabad) દસકાઓથી રથયાત્રાનું આયોજન કરે છે. કહેવાય છે કે, 400 વર્ષ અગાઉ રામાનંદી સંત હનુમાનદાસજીએ જગન્નાથ મંદિર ખાતે ગાદીની સ્થાપના કરી હતી. ત્યારબાદ ગાદીપતિ સારંગદાસજી મહારાજને ભગવાને સ્વપ્નમાં દર્શન આપ્યા અને ત્યારથી રથયાત્રા પરંપરા શરૂ થઈ છે. પ્રથમ વખત Ahmedabad Rath Yatra વર્ષ 1978ની 2 જુલાઈના નીકળી હતી અને 1879માં પ્રથમ વખત સરસપુર ખાતે ભગવાન જગન્નાથજીનું મોસાળું કરવામાં આવ્યું હતું. જગન્નાથ મંદિર ભક્તોના ફાળાથી થયેલી આવક થકી સમગ્ર રથયાત્રાનું આયોજન કરે છે. જ્યારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સહિતનો તમામ ખર્ચ ગુજરાત સરકાર (Gujarat Government) ઉપાડે છે.
રથયાત્રામાં સૌથી વધુ ખર્ચ:
છેલ્લા કેટલાંય દાસકાઓથી અમદાવાદ પોલીસની સાથે સાથે Gujarat Police અને અર્ધલશ્કરી દળો સુરક્ષા વ્યવસ્થા માટે સપ્તાહ અગાઉથી જ શહેરમાં ધામા નાંખે છે. શહેર બહારથી આવતા પોલીસ અધિકારી/કર્મચારીઓ તેમજ અર્ધલશ્કરી દળના જવાનોને ટ્રાવેલ એલાઉન્સ તેમજ ડેઈલી એલાઉન્સ (TA DA) આપવામાં આવે છે. દસેક કરોડ જેટલી રકમ TA DA તરીકે ચૂકવવામાં આવે છે. જ્યારે Ahmedabad Rath Yatraના દિવસે સવારથી રાત સુધી બંદોબસ્તમાં તૈનાત અધિકારી/કર્મચારી/હોમગાર્ડને નાસ્તો-પાણી, ભોજન અને રહેવાની વ્યવસ્થા પાછળ સાત કરોડથી વધુનો ખર્ચ થાય છે. આ ઉપરાંત બહારગામથી આવનારા પોલીસ કર્મચારી તેમજ સુરક્ષા જવાનોને બંદોબસ્ત સ્થળે લાવવા-લઈ જવા STની બસો તેમજ મહિનાઓથી સતત મુવમેન્ટમાં રહેતા પોલીસ સહિતના વાહનો પાછળ થતો પેટ્રોલ/ડિઝલનો ખર્ચ પણ કરોડોમાં પહોંચી જાય છે.
ભગવાન જગન્નાથજી (Bhagwan Jagannath)ના દર્શન કરવા અમદાવાદના સાંકડા રસ્તાઓ પર ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડતા હોય છે. આ સમયે કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે હરેક પળ ઉચ્ચ પોલીસ અધિકારીઓ તણાવમાં વીતાવે છે. આ વર્ષે નીકળેલી 148મી Ahmedabad Rath Yatra પાછળ 22 કરોડ રૂપિયાથી પણ વધુનો ખર્ચ થયો છે. દસકાઓ અગાઉ હજારો અને લાખોમાં થતો ખર્ચ હવે કરોડોમાં પહોંચી ગયો છે. અમદાવાદ ઉપરાંત રાજ્યભરમાં નીકળતી 200થી વધુ રથયાત્રાઓનો ખર્ચ ગણીએ તો તે 25 કરોડને આંબી જાય.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ