અમદાવાદ નિકોલમાં ડુપ્લીકેટ ઘીની ફેક્ટરીનો ભંડાફોડ
નિકોલના રહેણાંક મકાનમાંથી 400 કિલો ડુપ્લીકેટ ઘીનો જથ્થો જપ્ત, AMCના ફૂડ વિભાગની કાર્યવાહી

નિકોલના રહેણાંક મકાનમાંથી પકડાયેલો ડુપ્લીકેટ ઘી નો જથ્થો

નિકોલના રહેણાંક મકાનમાંથી પકડાયેલો ડુપ્લીકેટ ઘી નો જથ્થો
અમદાવાદના નિકોલમાં રોયલ બંગ્લોઝના 113 નંબરના રહેણાંક મકાનમાં પરવાનગી વગર ડુપ્લીકેટ ઘી બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. AMCના ફૂડ વિભાગે 400 કિલો ડુપ્લીકેટ ઘી ના જથ્થા સાથે મટીરિયલ મળી કુલ રૂપિયા 1.60 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે. રહેણાંક મકાનમાં વેજીટેબલ ફેટ અને પામોલીન તેલનું મિશ્રણ કરી ડુપ્લીકેટ અને ભેળસેળીયું ગાયનું ઘી બનાવવામા આવતુ હતુ.
મેન્યુફેકચર એન્ડ પેક બાય તરીકે દર્શાવી ગાયના ઘીના નામે ઉત્પાદન કરવામા આવતુ હતુ. મુરલીધર ફુડ પ્રોડકટસના નામે રામગોપાલ કુંપાવત તેના ઘરમાં ડુપ્લીકેટ ઘી બનાવતો હતો. ફુડ વિભાગે સેમ્પલ લઈ તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.
અમદાવાદમાં પનીરના નામે અપાતા એનાલોગ પનીરનો જથ્થો સીઝ કરાયા પછી નિકોલના રહેણાંક મકાનમાંથી ડુપ્લીકેટ ઘી બનાવાનુ કૌભાંડ મનપાના ફુડ વિભાગે ઝડપી પાડયુ છે. આરોગ્ય અધિકારી ડો. તેજસ શાહે કહ્યું કે, રહેણાંક મકાનમાં પરવાનગી વગર ડુપ્લીકેટ ઘી બનાવાતુ હોવાની બાતમીના આધારે ફુડ વિભાગની ટીમે સ્થળ તપાસ કરતા લાયસન્સ કે રજિસ્ટ્રેશન મેળવ્યા વગર ધંધો કરવામા આવતો હતો.
ઘી મંગલમૂર્તિ બ્રાન્ડના નામે ગાયનું ઘી પેકીંગ કરવામા આવતુ હતુ. મુરલીધર ફુડ પ્રોડકટસ, સી-44, વેદ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક-૨,કઠવાડા,નિકોલ વાળી જગ્યાને મેન્યુફેકચર એન્ડ પેકડ બાય તરીકે દર્શાવીને ગાયના ઘીના નામે ઉત્પાદન કરી લેબલ ઉપર દર્શાવવામાં આવતુ હતું.
મુરલીધર ફુડ પ્રોડકટસ ઘણાં સમય પહેલાથી બંધ છે. લાયસન્સની મુદત પણ પુરી થઈ ગયેલી છે. સ્થળ ઉપરથી ડુપ્લીકેટ ઘી ભરી પેકીંગ કરવા માટે ખાલી 500 ગ્રામના જાર અને 100 મી.લી.ના જાર, જાર ઉપર લગાવવાના લેબલનો અંદાજિત 500 કિલોગ્રામ જથ્થો, પેકીંગ કરવાના સાધનો, ગેસ સિલિન્ડર, તપેલા અને ટબ સહિતની અન્ય સાધન સામગ્રી સીઝ કરવામા આવી છે.

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ

સગા મોટાભાઈએ સગીર બહેન પર દુષ્કર્મ કરતાં ગર્ભ રહી ગયો, ગર્ભપાતની અરજી કોર્ટે કરી નામંજૂર