ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું સંક્રમણ વધ્યુઃ મૃત્યુઆંક 44 ઉપર પહોંચ્યો
રાજ્યમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ કેસ 124 થયાઃ 37 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો

Chandipura virus infection increased in Gujarat: Death toll reaches 44

Chandipura virus infection increased in Gujarat: Death toll reaches 44
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનું પ્રતિદિન વધી રહ્યુ છે. ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોની સંખ્યા વધી રહી છે. રાજ્યમાં 25 જુલાઈ સુધીમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કુલ 124 કેસ નોંધાયા છે. જ્યારે 44 બાળકોએ ચાંદીપુરા વાયરસથી જીવ ગુમાવ્યા છે.
શંકાસ્પદ 124 કેસમાંથી 37 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહત્વપૂર્ણ છે કે, ચાંદીપુરા વાયરસનું સંક્રમણ મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાના ગ્રામીણ વિસ્તાર પૂરતુ સીમિત હતુ. પરંતુ હવે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં પણ વાયરસે પગપેસારો કર્યો છે.
રાજ્યના ઇતિહાસમાં પ્રથમ વખત ચાંદીપુરા વાયરસથી 44 બાળકોએ જીવ ગુમાવવા પડ્યા છે. આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગતો અનુસાર અત્યાર સુધી રાજ્યમાં ચાંદીપુરા વાયરસના 124 શંકાસ્પદ કેસો નોંધાયા છે. જેમાંથી 44 બાળકોના મોત થયા છે.
જ્યારે 37 કેસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. 124 શંકાસ્પદ કેસો પૈકી 54 દર્દીઓ હાલમાં સારવાર હેઠળ છે. જ્યારે 26 બાળદર્દીઓને રજા આપવામાં આવી છે. રાજસ્થાનના કુલ 6 કેસ પૈકી 5 દર્દીઓ સારવાર હેઠળ છે અને 1 બાળકનું મોત થયુ છે. મધ્યપ્રદેશના 2 અને મહારાષ્ટ્રનું 1 બાળક સારવાર હેઠળ છે.
આરોગ્ય વિભાગે અત્યાર સુધી 41,211 ઘરમાં સર્વેલન્સની કામગીરી કરી હોવાનો દાવો કર્યો છે.
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર અત્યાર સુધી ચાંદીપુરા વાયરસના કુલ 124 શંકાસ્પદ કેસ નોંધાયા છે :
સાબરકાંઠામાં 12, અરવલ્લીમાં 6, મહીસાગરમાં 2, ખેડામાં 6, મહેસાણામાં 7, રાજકોટમાં 5, સુરેન્દ્રનગરમાં 4, અમદાવાદ કોર્પોરેશનમાં 12, ગાંધીનગરમાં 6, પંચમહાલમાં 15, જામનગરમાં 6, મોરબીમાં 5, ગાંધીનગર કોર્પોરેશનમાં 3, છોટાઉદેપુરમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 6, નર્મદામાં 2, બનાસકાંઠામાં 5, વડોદરા કોર્પોરેશન 2, ભાવનગરમાં 1 અને દેવભૂમિ દ્વારકામાં 1, રાજકોટ કોર્પોરેશનમાં 4, કચ્છમાં 3, સુરત કોર્પોરેશનમાં 2, ભરૂચમાં 3, અમદાવાદમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મળી કુલ 144 શંકાસ્પદ કેસ નોંધાયા છે. જે પૈકી સાબરકાંઠામાં 2, અરવલ્લીમાં 3, મહીસાગરમાં 2, ખેડામાં 2, મહેસાણામાં 2, રાજકોટમાં 3, સુરેન્દ્રનગર 1, અમદાવાદ કોર્પોરેશન 4, ગાંધીનગર 2, પંચમહાલમાં 5, જામનગરમાં 2, મોરબીમાં 3, ગાંધીનગર કોર્પોરેશનમાં 2, દાહોદમાં 2, વડોદરામાં 1, નર્મદામાં 1, બનાસકાંઠામાં 3, વડોદરા કોર્પોરેશનમાં 1, દેવભૂમિ દ્વારકામાં 1, સુરત કોર્પોરેશનમાં 1 અને જામનગર કોર્પોરેશનમાં 1 મળી કુલ 44 બાળકોના મોત થયા છે.
રાજ્યમાં સૌથી પહેલો કેસ રાજસ્થાનમાંથી આવ્યો :
સાબરકાંઠા જિલ્લાની હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ રાજસ્થાનના ઉદેપુર જિલ્લાના ખેરવાડા તાલુકાના પલેચા ગામમાંથી આવ્યો હતો. પલેચા ગામના 4 વર્ષના બાળકનું મોત થતાં તંત્રને જાણ થઈ હતી. ત્યારબાદ અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના મોટા કંથારિયા ગામની 6 વર્ષની બાળકીનું અને સાબરકાંઠાના કોડારિયા ગામના 5 વર્ષના બાળક અને અરવલ્લીના તાનપુરના 2 વર્ષના બાળકનું મોત થયુ હતું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ