અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે બિલ્ડર દ્વારા 300 કરોડનાં કૌભાંડનો આક્ષેપ!
AMCના અધિકારીઓની મિલીભગતથી કૌભાંડ આચરાયુ હોવાનો ભોગ બનનાર પરિવારોનો આરોપ

કોર્ટ કેસ ચાલતો હોવા છતાં પરવાનગી વગર ચાર પરિવારોના મકાનો તોડી પાડ્યા હોવાનો દાવો

કોર્ટ કેસ ચાલતો હોવા છતાં પરવાનગી વગર ચાર પરિવારોના મકાનો તોડી પાડ્યા હોવાનો દાવો
અમદાવાદમાં રિ-ડેવલોપમેન્ટના નામે બિલ્ડરે 300 કરોડનું કૌભાંડ આચર્યુ હોવાનો આક્ષેપ થયો છે. ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને બિલ્ડરે 7 માળની બિલ્ડિંગ ઊભી કરી દીધી છે. ચાર પરિવારો પોતાના ખર્ચે ભાડાના મકાનમાં રહેવા મજબૂર છે. ત્યારે એએમસીના અધિકારીઓની મિલીભગતથી ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરાયા છે. અસરગ્રસ્ત પરિવારોએ રજૂઆતો કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં નહી આવતાં એએમસીની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે.
અમદાવાદ શહેરમાં સરકારે રિ-ડેવલોપમેન્ટ યોજનાને મંજૂરી આપતા નવી ઇમારતો ઊભી થઈ રહી છે. 40 વર્ષથી જૂની અથવા જર્જરિત ઇમારતોને તોડી પાડીને નવી બિલ્ડિંગ ઊભી કરવા ગુજરાત સરકારે નિયમો હળવા બનાવ્યા છે. જેના લીધે લોકોને જૂના મકાનની સામે નવું મકાન મળી શકે તેમજ જયાં સુધી નવા મકાનનું પઝેશન ન મળે ત્યાં સુધી ભાડું પણ બિલ્ડરે ચુકવવાનું હોય છે.
ભીમજીપુરામાં 40 વર્ષ જૂની આશિયાના એપાર્ટમેન્ટમાં 66 ફ્લેટમાંથી 62 ફ્લેટ બિલ્ડરે ખરીદી લીધા હતા. બાકી રહેલા 4 ફલેટના માલિકોને ધમકીઓ આપી તેમજ ગુંડાઓ મોકલી ખાલી કરાવી દીધા હતા. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ કોર્ટ કેસ ચાલી રહ્યો હોવા છતાં બિલ્ડરે મકાનો તોડી પડ્યા હોવાનો પીડિત પરિવારોએ આક્ષેપ કર્યો છે. પીડિત પરિવારો પોતાના ખર્ચે ભાડાના મકાનમાં રહે છે. ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહેતા પરિવારોને બિલ્ડર તરફથી ભાડું કે કોઈ વળતર ચૂકવાયું નથી.
પોતાના મકાનને બિલ્ડર પાસેથી મેળવવા માટે ચાર પરિવારો 6 વર્ષથી માનસિક અને આર્થિક પરેશાની ભોગવી રહ્યા છે. AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર, પોલીસ તેમજ ગાંધીનગર સુધી રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નથી. બિલ્ડર તરફથી પણ જૂના મકાન સામે નવું મકાન આપવાની પણ કોઈ વાત થઈ રહી નથી. રેરામાં મૂકેલા પ્લાનમાં બિલ્ડરે પીડિતોના મકાનનો ઉલ્લેખ ન કર્યો હોવાનું અરજદારો જણાવી રહ્યા છે.
બિલ્ડરે ખોટા ડોક્યુમેન્ટના આધારે રિ-ડેવલોપમેન્ટના નામે AMCમાંથી રહેણાંક મકાનનો પ્લાન બનાવ્યા બાદ 89 દુકાનોનો રિવાઇઝ પ્લાન મંજૂર કરાવી લીધો છે. આ કેસમાં AMC, રેરા, સોસાયટી રજીસ્ટ્રાર કચેરીના અધિકારીઓની મિલીભગત હોવાના પીડિત પરિવારોએ આક્ષેપ કર્યા છે.
સોસાયટીના સભ્ય ભાવેશભાઈ શાહ અને અન્ય ત્રણ પરિવારોએ ઘર ખાલી ન કરતા તેઓને માનસિક રીતે હેરાન કરાયાનો આરોપ લગાવ્યો છે. તેમને આજ દિન સુધી બિલ્ડર દ્વારા ભાડા પેટે એકપણ રૂપિયો ચૂકવ્યો નથી. તેઓ ચાર વર્ષથી ભાડાના મકાનમાં રહી રહ્યા છે. બિલ્ડરે અમારી સોસાયટીની જમીન પર ખોટી રીતે પ્લાન પાસ કરાવીને બિલ્ડિંગ બાંધી દીધું છે. પરસ્પર સહમતીથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તેમાં બિલ્ડરને રસ નથી. સમાધાન ન થતા અમે કાયદાનો સહારો લીધો છે. અમદાવાદ પોલીસ કમિશનર તથા ડીસીપીને લેખિતમાં જાણ કરી હોવા છતાં કાર્યવાહી કરવામાં આવી નથી.
તેમણે વધુમાં જણાવ્યુ કે, આશિયાના એપાર્ટમેન્ટના 4 પરિવારોને વિશ્વાસમાં દીધા વગર બિલ્ડરે આખી સોસાયટીની જમીન પચાવી પાડી છે. બિલ્ડરે રેરા ઓફિસમાં અને AMC ઓફિસમાં રિ-ડેવલોપમેન્ટનો પ્લાન મૂકી 7 માળની બિલ્ડિંગ બાંધી દીધી છે. બિલ્ડર અને તેના માણસોએ તેમની સાથે દુર્વ્યવહાર કર્યા બાદ એ હદે પરેશાન કર્યા કે તેમને કાયદાકીય લડતનો સહારો લેવો પડ્યો છે. તેમને માનસિક રીતે પરેશાન કરી તેમના ફ્લેટ તોડવામાં આવ્યા છે. પહેલા તેમના ઘરની પાણીની ટાંકી તોડી દેવામાં આવી. બાદમાં સોસાયટીના રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા. જેથી અમારી પાસે મકાન ખાલી કરવા સિવાય કોઈ રસ્તો નહોતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ