ગુજરાતમાં 24 કલાકમાં 172 તાલુકામાં સરેરાશ 11.30 મીમી વરસાદ
158 તાલુકામાં 1 થી 50, 10 તાલુકામાં 51 થી 100, 2 તાલુકામાં 101 થી 150 અને 2 તાલુકામાં 151 થી 200 મીમી વરસાદ વરસ્યો

Average rainfall of 11.30 mm in 172 talukas in Gujarat in 24 hours

Average rainfall of 11.30 mm in 172 talukas in Gujarat in 24 hours
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 31 જિલ્લાના 172 તાલુકામાં સરેરાશ 11.30 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે 79 તાલુકા કોરાધાકોર રહ્યા છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લામાં નોંધાયો છે.
વાપીમાં છેલ્લાં 24 કલાક દરમિયાન સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કપરાડામાં સાડા છ ઈંચ, પારડીમાં સાડા ચાર ઈંચ, ધરમપુરમાં સવા ચાર ઈંચ અને ઉમરગામમાં સાડા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ બાદ નવસારી અને તાપી જિલ્લામાં પણ વરસાદ શરૂ થયો છે. નવસારી અને તાપી જિલ્લામાં દોઢથી બે ઈંચ વરસાદ નોંધાયો છે.
છેલ્લાં 24 કલાક દરમિયાન 213 તાલુકામાંથી 172 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે 79 તાલુકા કોરાધાકોર રહ્યા છે. 158 તાલુકામાં 1 થી 50 મીમી, 10 તાલુકામાં 51 થી 100 મીમી, 2 તાલુકામાં 101 થી 150 મીમી અને 2 તાલુકામાં 151 થી 200 મીમી વરસાદ વરસ્યો છે.
રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 883 મીમી વરસાદની તુલનામાં 558.14 મીમી એટલે કે 63.21 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 86.47 ટકા અને સૌથી ઓછો મધ્ય ગુજરાત ઝોનમાં 44.68 ટકા વરસાદ નોંધાયો છે.
જ્યારે ઉત્તર ગુજરાતમાં 45.25 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 76.46 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 73.92 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના 57 ડેમો હાઈ એલર્ટ પર :
રાજ્યના કુલ 206 ડેમોમાંથી 57 ડેમ છલકાઈ જતાં હાઈએલર્ટ પર છે. જ્યારે 12 ડેમ છલકાવાની તૈયારીમાંથી હોવાથી એલર્ટ પર છે. 10 ડેમ વોર્નિંગ ઉપર છે. 48 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે.
31 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 27 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 39 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 61 ડેમ હજુ 25 ટકાથી નીચે ભરાયા છે. સરદાર સરોવર ડેમમાં ભયજનક 454.98 ફૂટની સામે હાલમાં 403.11 ફૂટ જળ સપાટી છે.
એટલે કે 57.48 ટકા ભરાયો છે. હાલમાં 72382 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 20443 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
ઉત્તર ગુજરાતના ડેમોની સ્થિતિ ચિંતાજનક :
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના ડેમ છલકાઈ ગયા છે. ત્યારે ઉત્તર ગુજરાતના ડેમની સ્થિતિ ચિંતાજનક છે. મહેસાણા જિલ્લાનો ધરોઈ ડેમ માત્ર 37.94 ટકા ભરાયો છે.
જ્યારે બનાસકાંઠાનો સીપુ ડેમ 10.04 ટકા, દાંતીવાડા ડેમ 20.70 ટકા, હાથમતી ડેમ 20.57 ટકા, સુખી ડેમ 54.98 ટકા અને વાત્રક ડેમ 25.75 ટકા ભરાયો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ