ભુજના સ્મૃતિવનમાં આર્મી દ્વારા હથિયાર પ્રદર્શનનું આયોજન
આર્મીના હથિયાર અને સેનાની કામગીરીથી વાકેફ થાય તે માટે હથિયારનું પ્રદર્શનનું કરાયું આયોજન

હથિયાર પ્રદર્શનનું આયોજન

હથિયાર પ્રદર્શનનું આયોજન
ભુજમાં આવેલા સ્મૃતિવન ખાતે આર્મી દ્વારા હથિયાર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. મુલાકાતીઓ આર્મીના હથિયાર અને સેનાની કામગીરીથી વાકેફ થાય તે માટે હથિયારનું પ્રદર્શન યોજવામાં આવ્યું.
સ્મૃતિવન ખાતે આયોજિત હથિયાર પ્રદર્શન પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. આર્મી દ્વારા ઉપયોગમાં લેવામાં અવાતા હથિયારનું એક્ઝીબીશન યોજાયું હતું. સામાન્ય રીતે યુદ્ધ સમયે વપરાતા હથિયાર લોકો માત્ર ફિલ્મ અને ટીવીમાં જોતા હોય છે.. ભુજ ખાતે આયોજિત બે દિવસીય પ્રદર્શનમાં બોફર્સ તોપ, એકે ૪૭ સેવન, રોકેટ લોન્સર, ૫૬ એમ.એમ ઇશાન રાઈફલ તેમજ લાઈટ મેગજીન ગન જેવા અત્યાધુનિક હથિયારો પ્રદશનમા મુકવામાં આવ્યા હતા. આર્મીના જવાનો દ્વારા હથિયારની કાર્યક્ષમતા અને તેના ઉપયોગ વિષે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.
ભુજ ખાતે આયોજિત શસ્ત્ર પ્રદર્શન લોકોએ નિહાળ્યું હતું. અહિયાં આવતા પ્રવાસીઓએ પણ આર્મીના હથિયાર વિષે પરિચય મળેવી આપણો ભારત દેશ જવાનોના હાથમાં સલામત અને સુરક્ષિત હોવાનો અહેસાસ કર્યો હતો. મુલાકાતીઓ વિવિધ હથિયાર સાથે ફોટો અને સેલ્ફી લેતા જોવા મળ્યા હતા.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ