સોશિયલ મીડિયા પર એક વિશાળ તલવાર દર્શાવતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે આ કુંભકર્ણની તલવાર છે.કુંભકર્ણ લંકાના રાજા રાવણનો નાનો ભાઈ હતો, જેનું વર્ણન મહાકાવ્ય રામાયણમાં કરવામાં આવ્યું છે. ચાર સ્લાઈડ્સ દર્શાવતા આ વીડિયોમાં પુરાતત્વવિદો તલવાર પાસે ઉભા દેખાઈ રહ્યા છે. વીડિયોને સોશિયલ મીડિયામાં શેર કરવાની સાથે લોકોએ દાવો કર્યો હતો કે કુંભકર્ણની તલવાર મળી આવી છે.પણ આ વીડિયોની ખરી હકીકત જાણી તમને પણ એક સમયે લાગશે કે ઈતિહાસ સાથે ચેડા કરવામાં AI કેટલું ખતરનાક.
સોશિયલ મીડિયા પર શેર થઈ રહેલા વીડિયોમાં ચાર સ્લાઈડ્સ છે, જેમાં જમીન પર એક વિશાળ તલવાર રાખવામાં આવી છે. આ એક ટનલની અંદર દેખાય છે, જેની નજીક બે લોકો સેફ્ટીના સાદનો સાથે ઉભા છે. અન્ય ચિત્રમાં ત્રણ માણસો વિશાળ તલવાર તરફ જોઈ રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે. તેમના ચહેરા બ્લર છે. જો કે, તેઓ તલવારના પ્રમાણમાં ખૂબ જ નાના દેખાયી રહ્યા છે.
એક નજરે તલવાર અને ખોદકામને જોતા દરેકને થાય કે ખરેખર કુંભકર્ણનીજ આ તલવાર હશે.જ્યારે ન્યૂઝચેકરે આ ફોટોગ્રાફ્સની તપાસ કરી તો જાણવા મળ્યું કે તલવાર પાસે હાજર લોકોના ચહેરા સ્પષ્ટ નથી. વધુમાં, ચારેય ફોટામાં વધારાના ગ્લોસી ટેક્સચર હતા. આ તમામ ચિહ્નો AI ઇમેજરી તરફ નિર્દેશ કરે છે. એટલે કે આ તસવીરો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરીને બનાવવામાં આવી હતી.
આ ફોટા AI કન્ટેન્ટ ડિટેક્શન ટૂલ ટુ મીડિયાને મોકલવામાં આવ્યા હતા, જેમાં ત્રણ ફોટામાં 'હેરાફેરીના પૂરતા પુરાવા' મળ્યા હતા. ફોટાનું મૂલ્યાંકન કર્યા બાદ જાણવા મળ્યું કે તેમાં 99% AI નો ઉપયોગ કરીને વિઝ્યુઅલ બનાવવામાં આવ્યા હતા. ટ્રુમીડિયાએ અહેવાલ આપ્યો છે કે ઇમેજ સ્ટેબલ ડિફ્યુઝન, મિડજર્ની, ડેલ E2 અને અન્ય AI જનરેટેડ ફોટો રિયાલિસ્ટિક વિઝ્યુઅલ્સનો ઉપયોગ કરીને રેન્ડર કરવામાં આવ્યા હતા. આના આધારે એ સાબિત થાય છે કે તસવીરને લઈને કરવામાં આવેલો દાવો ખોટો છે.