Ahmedabad: વાસણા બેરેજના બે દરવાજા ખોલી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું
અમદવાદ શહેરમાં ધોધમાર વરસાદ પછી સાબરમતી નદી છલોછલ થતાં વાસણા બેરેજના બે દરવાજા ખુલ્લા મૂકી ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું

વાસણા બેરેજમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું

વાસણા બેરેજમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડાયું
ગુજરાતમાં વરસાદ તેના આગમનની સાથે જ ધોધમાર બન્યો છે. હવામાન વિભાગની આગાહીના એક દિવસ પેહલા જ ગુજરાતનાં ઘણા વિસ્તારમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદ તૂટી પડ્યો હતો. ગુજરાતના અન્ય જિલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો હતો.
શહેરમાં વરસાદની સ્થિતિ:
અમદાવાદમાં ગઇકાલે રાત્રે વરસાદ શરૂ થયો હતો. પહેલો વરસાદ પડતાની સાથે જ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શહેરના નરોડા, નિકોલ, ઓઢવ, બાપુનગર, ઠક્કરનગર, એસ.જી. હાઇવે , માનસી , બોડકદેવ,વેજલપુર, પકવાન, ઇસ્કોન, સેટેલાઇટ, નવરંગપુરા, શાહીબાગ, દિલ્હી દરવાજા વિસ્તારમાં વીજળીના ભારે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતાં. વાહન ચાલકોને મોટી હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.આજે સવારે પણ શહેરના કેટલાક વિસ્તારોમાં ધીમો વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતાં.
વરસાદને લીધે સિંચાઇ વિભાગ એલર્ટ :
વરસાદને લીધે સાબરમતી નદી છલોછલ થઈ હતી ઉત્તર ગુજરાતમાં થયેલા વરસાદને કારણે સાબરમતી છલોછલ બની છે. નદીમાં પાણીની સપાટી વધતાં સિંચાઈ વિભાગ પણ એલર્ટ થઈ ગયો છે. નદીની જળસપાટીમાં વધારો થતાં વાસણા બેરેજના બે દરવાજા ખોલીને ત્રણ હજાર ક્યુસેક જેટલુ પાણી છોડવામાં આવ્યું છે. જ્યાં બીજી બાજુ સિંચાઇ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો હતો. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા અને ત્રણ હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવ્યું હતું. વાસણા બેરેજની ટીમને એલર્ટ રહેવા સૂચના અપાઈ છે. સિંચાઇ વિભાગે પાણી છોડી જળસપાટી જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ