ગુજરાતમાં અદ્યતન ટેકનોલોજીથી 607 આંગણવાડી કેન્દ્રો અને નંદઘર નિર્માણ કરાશે
LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી ટેકનોલોજીથી નંદઘર 60 દિવસમાં નિર્માણ થઈ જશે

ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘર બનશે

ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘર બનશે
આજનું બાળક આવતીકાલનું ભવિષ્ય છે અને તેના જીવન ઘડતરનો મજબૂત પાયો નાખવાનું કામ આંગણવાડી કેન્દ્રો કરે છે. આંગણવાડી કેન્દ્રોને રાજ્ય સરકારે ઇકોફ્રેન્ડલી બનાવી પાયાની તમામ સુવિધાઓ અદ્યતન કરવાનો નિર્ણય કર્યો છે. તેના ભાગરૂપે 607 આંગણવાડી કેન્દ્રો અને નંદઘર LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેકનોલોજીથી બનવાશે.
બાળકોના ઘડતરમાં કોઈપણ પ્રકારની કચાસ ન રહે તે માટે રાજ્ય સરકારે GSPCના CSR ભંડોળ હેઠળ LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ જેવી અદ્યતન ટેકનોલોજીના માધ્યમથી ૬૦૭ જેટલા આંગણવાડી કેન્દ્રો અને નંદઘર બનાવવાનો નિર્ણય કર્યો છે. લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીમાં બાંધકામની મોડ્યુલર ડિઝાઇન બનાવી પાયલોટ ટેસ્ટીંગ કરાય છે. મોડ્યુલર ડિઝાઇન ફાઇનલ થયા પછી વિવિધ સ્ટીલ ફ્રેમ પાર્ટનું નિર્માણ સેન્ટ્રલ વર્કશોપમાં કરાય છે. આ અદ્યતન ટેકનોલોજીથી ભૂકંપ, ભેજ, આગ જેવી વિવિધ પરિસ્થિતિ સામે ટક્કર ઝીલી શકે તે પ્રકારના નંદઘરો માત્ર 60 દિવસમાં નિર્માણ પામશે.
LGSF ટેક્નોલોજીના કારણે અંતરિયાળ વિસ્તારમાં વધુ ઝડપથી આંગણવાડી કેન્દ્રનું નિર્માણ સરળતાથી થઇ શકશે. આંગણવાડી કેન્દ્રમાં તમામ માળખાકીય સુવિધા જેવી કે, શૌચાલય, પીવાનું પાણી, મોડ્યુલર ફર્નિચર, વોટર પ્યુરિફાયર, LED TV, હેલ્થ ચેકિંગ બેડ, ટેબલ, ખુરશી વગેરે અદ્યતન સંસાધનોનો સમાવેશ કરાયો છે. આ ટેક્નોલોજીની મદદથી આંગણવાડી બનવાથી ઓન સાઇટ અને ઓફ સાઇટ ઝડપથી સ્ટિલ ફ્રેમ સ્ટ્રકચર બનાવી તેને ઝડપથી ઇન્સ્ટોલ કરી શકાશે. જેમાં પરંપરાગત બાંધકામ પદ્ધતિ કરતા ઝડપથી કામ પૂર્ણ થશે. આ પ્રકારની આંગણવાડીમાં 1 ટકા કરતાં પણ ઓછો વેસ્ટ થશે અને 100 ટકા રિસાયકલેબલ બનશે.
આંગણવાડી બાંધકામ માટેના વૈકલ્પિક વિક્લ્પ તરીકે બિનપરંપરાગત પદ્ધતિ ઉપયોગ કરી GSPCના CSR ભંડોળ હેઠળ LGSF- લાઇટ ગેજ સ્ટીલ ફ્રેમ ટેક્નોલોજીનો વપરાશ કરી 607 આંગણવાડી કેન્દ્રનું બાંધકામ કરવા માટેની પહેલ હાથ ધરાઈ છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 53 હજાર આંગણવાડી કાર્યરત છે. આ આંગણવાડીઓમાં 45 લાખથી વધુ બાળકો, મહિલા તેમજ ધાત્રી મહિલા લાભાર્થીઓને વિવિધ યોજનાઓનો લાભ મળી રહ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ