ગુજરાતમાં 24 કલાકમાં 213 તાલુકામાં સરેરાશ 30 મીમી વરસાદ
168 તાલુકામાં 1 થી 50 મીમી, 30 તાલુકામાં 51 થી 100 મીમી, 12 તાલુકામાં 101 થી 150 મીમી અને 3 તાલુકામાં 151 થી 200 મીમી

213 talukas average 30 mm rainfall in 24 hours in Gujarat

213 talukas average 30 mm rainfall in 24 hours in Gujarat
રાજ્યમાં છેલ્લાં 24 કલાક દરમિયાન 213 તાલુકામાં સરેરાશ 30.07 મીમી વરસાદ વરસ્યો છે. જ્યારે 38 તાલુકા કોરાધાકોર રહ્યા છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત બાદ હવે ઉત્તર ગુજરાતમાં વરસાદ ખાબક્યો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ મહેસાણા તાલુકામાં નોંધાયો છે.
મહેસાણામાં છેલ્લાં 24 કલાક દરમિયાન સાડા સાત ઈંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે પ્રાંતિજ અને વિસનગરમાં સાડા છ ઈંચ, ભરૂચના હાંસોટમાં 6 ઈંચ તેમજ મહેસાણાના વિજાપુરમાં સાડા પાંચ ઈંચ વરસાદ વરસ્યો છે.
સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતને ઘમરોળ્યા બાદ હવે મેઘરાજા ઉત્તર ગુજરાત પર મહેરબાન બન્યા છે. છેલ્લાં 24 કલાક દરમિયાન ઉત્તર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. મહેસાણા તાલુકામાં સૌથી વધુ સાડા સાત ઈંચ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકા પૈકી 32 જિલ્લાના 213 તાલુકામાં સરેરાશ 30.07 મીમી વરસાદ નોંધાયો છે. જ્યારે 38 તાલુકા કોરાધાકોર રહ્યા છે.
213 તાલુકા પૈકી 168 તાલુકામાં 1 થી 50 મીમી, 30 તાલુકામાં 51 થી 100 મીમી, 12 તાલુકામાં 101 થી 150 મીમી અને 3 તાલુકામાં 151 થી 200 મીમી વરસાદ ખાબક્યો છે.
રાજ્યમાં અત્યાર સુધીના વરસાદની વાત કરીએ તો સરેરાશ 883 મીમી વરસાદની સાપેક્ષમાં 523.89 મીમી એટલે કે 59.33 ટકા વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધુ કચ્છ ઝોનમાં 76.45 ટકા અને સૌથી ઓછો ઉત્તર ગુજરાત ઝોનમાં 38.78 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 41.86 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 74.43 ટકા અને દક્ષિણ ગુજરાત ઝોનમાં 69.50 ટકા વરસાદ નોંધાયો છે.
રાજ્યના ડેમોની સ્થિતિ :
રાજ્યના કુલ 206 ડેમોમાંથી 53 ડેમ છલકાઈ જતાં હાઈએલર્ટ પર છે. જ્યારે 10 ડેમ છલકાવાની તૈયારીમાંથી હોવાથી એલર્ટ પર છે. 12 ડેમ વોર્નિંગ ઉપર છે.
47 ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે. 28 ડેમ 70 થી 100 ટકા વચ્ચે, 29 ડેમ 50 થી 70 ટકા વચ્ચે, 39 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 63 ડેમ હજુ 25 ટકાથી નીચે ભરાયા છે.
સરદાર સરોવર ડેમમાં ભયજનક 454.98 ફૂટની સામે હાલમાં 396.94 ફૂટ જળ સપાટી છે. એટલે કે 53.88 ટકા ભરાયો છે. હાલમાં 46894 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે અને 19796 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યુ છે.
NDRFની 20 અને SDRFની 13 ટીમો તૈનાત :
રાજ્યમાં ભારે વરસાદને પગલે NDRFની 20 અને SDRFની 13 ટીમો તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 12 જિલ્લાના 16028 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યુ છે. જ્યારે 10 જિલ્લામાંથી 1639 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે.
6121 પૈકી 6111 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો :
ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ(GUVNL)ના સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ ભારે વરસાદના કારણે રાજ્યના 6121 ગામડાઓમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.
તે પૈકી 6111 ગામડાઓમાં વીજ પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે. જ્યારે 10 ગામોમાં કામગીરી ચાલુ હોવાનો દાવો કરાયો છે. અસરગ્રસ્ત 11800 વીજ ફીડરમાંથી 11764 ફીડર પૂર્વવત કરાયા છે.
36 ફીડરમાં કામગીરી ચાલુ છે. 5783 વીજ થાંભલા ધરાશાયી થયા હતા. જેમાંથી 5026 થાંભલા ઉભા કરીને બાકીના 757 થાંભલાની કામગીરી ચાલુ છે. અસરગ્રસ્ત 713 ટ્રાન્સફોર્મર સેન્ટર પૈકી 639ને પૂર્વવત કરીને 74માં કામગીરી ચાલુ છે.
9 સ્ટેટ હાઈવે અને 121 પંચાયતના રસ્તા બંધ :
રાજ્યમાં ભારે વરસાદના કારણે 9 સ્ટેટ હાઈવે બંધ છે. આણંદ, કચ્છ, ભરૂચ, નર્મદા, રાજકોટ, મોરબી, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 અને પોરબંદર જિલ્લામાં 2 સ્ટેટ હાઈવે બંધ છે.
રાજ્યમાં અન્ય 5 માર્ગો બંધ છે. જ્યારે પંચાયતના 121 રસ્તા બંધ છે. જેમાં સૌથી વધુ પોરબંદર જિલ્લામાં 45 રસ્તા, વલસાડમાં 15, જૂનાગઢમાં 13 અને સાબરકાંઠામાં 9 પંચાયતના રસ્તા બંધ છે. આણંદ જિલ્લામાં 15 અને બનાસકાંઠા જિલ્લામાં 2 એસટીના રૂટ બંધ છે.
રાજ્યમાં 81.39 ટકા જમીનમાં ખરીફ વાવેતર પૂર્ણ :
ગુજરાતમાં સરેરાશ 85,58,815 હેક્ટર વિસ્તારમાં ખરીફ વાવેતર થાય છે. તેમાંથી વર્ષ 2023માં 74,63,736 હેક્ટરમાં વાવેતર થયુ હતુ. આ વર્ષે અત્યાર સુધીમાં 69,66,053 હેક્ટર વિસ્તારમાં વાવેતર થયુ છે. એટલે કે 81.39 ટકા ખરીફ વાવેતર પૂર્ણ થયુ છે.
10,76,444 હેક્ટરમાં અનાજ પાકનું, 3,08,586 હેક્ટરમાં કઠોળ પાકનું, 22,90,105 હેક્ટરમાં તેલિબિયા પાકનું અને 32,90,918 હેક્ટરમાં કપાસ, તમાકુ અને શાકભાજી જેવા અન્ય પાકનું વાવેતર થયુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

પહેલા જાણી લો કયા ડોક્યુમેન્ટ વગર કામ અટકી શકે છે!

ચાલુ બસમાં છતનું પેનલ તૂટીને લટક્યું, મુસાફરોની સુરક્ષા સામે સવાલ

જૈન સમાજના લાડુ નિર્વાણ ઉત્સવ વચ્ચે દૂધધારા યાત્રા અટકતાં તણાવ, સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ